આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગવર્લ્ડ

ઇઝરાયેલી સેનાનું દક્ષિણ ગાઝામાં તીવ્ર આક્રમણ, પૂર્વી રફાહમાં તાત્કાલિક વિસ્તાર ખાલી કરવાનો આદેશ

Text To Speech
  • ઇઝરાયેલી સેનાનો ગાઝાના લોકોને તાત્કાલિક વિસ્તાર છોડીને ગાઝા સિટીની પશ્ચિમમાં “આશ્રયસ્થાનો” તરફ જવાનો આદેશ
  • 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદ ગાઝામાં સંઘર્ષ વધુ તીવ્ર બન્યો હતો
  •  ઝિટૌનમાં ઘર્ષણ દરમિયાન ઘણા બંદૂકધારીઓ માર્યા ગયા-IDF 

નવી દિલ્હી,12 મે: ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે જણાવ્યું હતું કે તેના સૈનિકો પૂર્વી રફાહમાં કાર્યરત છે અને મધ્ય ગાઝાના ઝિટૌન વિસ્તારમાં સેનાએ ઓપરેશનને તીવ્ર બનાવ્યું છે.ઇઝરાયેલી સેનાએ ગાઝાના કેટલાક વિસ્તારોના રહેવાસીઓ અને વિસ્થાપિત લોકોને તાત્કાલિક વિસ્તાર છોડીને ગાઝા સિટીની પશ્ચિમમાં “આશ્રયસ્થાનો” તરફ જવાનો આદેશ આપ્યો છે.

IDF એ અહેવાલ આપ્યો છે કે ઝિટૌનમાં ઘર્ષણ દરમિયાન ઘણા બંદૂકધારીઓ માર્યા ગયા હતા અને ઘણા હથિયારો કબજે કરવામાં આવ્યા હતા. IDF અનુસાર, રફાહમાં સૈનિકોએ શહેરના પૂર્વ વિસ્તારમાં હમાસના ઘણા બંદૂકધારીઓને મારી નાખ્યા અને ઘણી સુરંગો પણ શોધી કાઢી છે.

IDF અનુસાર, એરક્રાફ્ટે સમગ્ર ગાઝા પટ્ટીમાં દસેક આતંકવાદી ઠેકાણાને નિશાન બનાવ્યા હતા,શુક્રવારે રાતોરાત ઉત્તર અને મધ્ય ગાઝામાં કરવામાં આવેલા હવાઈ હુમલામાં બાળકો સહિત ઓછામાં ઓછા 47 લોકો માર્યા ગયા હતા. IDFએ જણાવ્યું હતું. “અગાઉના દિવસે,સૈનિકોએ આતંકવાદીઓ સાથેની લડાઇમાં ઘણા આતંકવાદીઓને મારી નાખ્યા હતા અને આ વિસ્તારમાં આતંકવાદી માળખાને નષ્ટ કરી દીધા હતા.”

ઇઝરાયલી સંરક્ષણ દળોના સૈનિકોને ઇજિપ્ત સાથેની રફાહ સરહદની બાજુના વિસ્તારમાં ઘણી ભૂગર્ભ ટનલ પણ મળી આવી હતી. આ પછી, ગાઝામાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીને કારણે 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. વધુમાં, મંત્રાલયે નોંધ્યું હતું કે તે જ સમયમર્યાદા દરમિયાન 69 લોકો ઘાયલ થયા હતા.

મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલના વળતા હુમલાની શરૂઆતથી ગાઝામાં 34,971 લોકો માર્યા ગયા છે અને 78,641 ઘાયલ થયા છે. 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદ ગાઝામાં સંઘર્ષ વધુ તીવ્ર બન્યો હતો. અંદાજે 2,500 આતંકવાદીઓ ગાઝા પટ્ટીથી સરહદ ઓળંગીને ઈઝરાયેલમાં પ્રવેશ્યા હતા અને લોકો પર બર્બરતા આચરી હતી.

આ પણ વાંચોઃ માદા ચિત્તા સાથે બચ્ચાંનો મધર્સ ડેઃ જૂઓ કુનો નેશનલ પાર્કનો વીડિયો

Back to top button