આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પેલેસ્ટિનીઓએ દ્વારા 5000 રૉકેટમારા બાદ ઈઝરાયેલે જાહેર કરી યુદ્ધની સ્થિતિ

  • પેલેસ્ટિનિયન આતંકવાદીઓેએ ઈઝરાયેલમાં 5000 રૉકેટ છોડ્યા
  • ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસએ જાહેર કર્યું કે, તે “યુદ્ધ માટે તૈયાર છે”
  • હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો.

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે. ત્યારે પેલેસ્ટિનિયન આતંકવાદીઓેએ શનિવારે ઈઝરાયેલમાં હુમલો કર્યો હતો. હમાસે દાવો કર્યો હતો કે તેણે ઈઝરાયેલ ઉપર 5000 કરતાં વધુ રૉકેટ છોડ્યા છે. ઈઝરાયેલે આ સ્થિતિની ગંભીર ગણાવીને વળતા હુમલાની તૈયાર કરતાં ગાઝા પટ્ટીમાં ફરીથી યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું કે સશસ્ત્ર બંદૂકધારીઓએ અનેક સ્થળોએ સરહદની વાડ ઓળંગીને ઘૂસણખોરી કરી હતી. ધ જેરુસલેમ પોસ્ટ અનુસાર, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ જાહેર કર્યું છે કે તે”યુદ્ધ માટે તૈયાર છે” કારણ કે જેરુસલેમમાં સાયરન વાગી રહ્યા છે. એશ્કલોન અને તેલ અવીવ એમ બે શહેરો પર ડઝનબંધ રોકેટ છોડવામાં આવ્યા છે. આ રોકેટ દ્વારા રહેણાંક વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે.

ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ આ વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જોકે, પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે હજુ સુધી હુમલાની જવાબદારી લીધી નથી. બીજી તરફ, ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે તે યુદ્ધ માટે તૈયાર છે. હુમલા સાથે જોડાયેલા કેટલાક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યા છે. એશકેલોન શહેરમાં થયેલા હુમલાના વીડિયોમાં રસ્તાઓ પર પાર્ક કરેલી ઈમારતો અને વાહનો સળગતા જોઈ શકાય છે. CNNના અહેવાલ મુજબ તેલ અવીવના ગેડેરોટ વિસ્તારમાં રોકેટ પડતાં એક 70 વર્ષની મહિલાનું મૃત્યુ થયું હતું. જ્યારે 15 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ હુમલાને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલે બંને શહેરોમાં પોતાના સૈનિકો તૈનાત કર્યા છે.

Rocket Attack
Rocket Attack

છેલ્લા 100 વર્ષથી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે અંદાજિત 100 વર્ષથી આ સંઘર્ષ ચાલી રહ્યો છે. વેસ્ટ બેન્ક, ગાઝા પટ્ટી અને ગોલાન હાઇટ્સ જેવા વિસ્તારો પર વિવાદ છે. પૂર્વ જેરુસલેમ સહિત આ વિસ્તારો પર પેલેસ્ટાઈન દાવો કરે છે. સાથે જ ઈઝરાયેલ જેરુસલેમ પરનો પોતાનો દાવો છોડવા તૈયાર નથી. ગાઝા પટ્ટી ઇઝરાયેલ અને ઇજિપ્તની વચ્ચે છે.આ જગ્યા હાલ હમાસના નિયંત્રણમાં છે. જે ઈઝરાયેલ વિરોધી જૂથ છે. સપ્ટેમ્બર 2005માં, ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાંથી તેના સૈન્યને પાછું ખેંચી લીધું. 2007માં ઈઝરાયેલે આ વિસ્તાર પર અનેક નિયંત્રણો લાદ્યા હતા. બીજી તરફ, પેલેસ્ટાઈનનું કહેવું છે કે વેસ્ટ બેન્ક અને ગાઝા પટ્ટીમાં સ્વતંત્ર પેલેસ્ટાઈનની સ્થાપના થવી જોઈએ.

આ પણ વાંચો: ઈઝરાયેલના હુમલામાં 25 પેલેસ્ટાઈનના મોત, ટોચનો આંતકી પણ ઠાર

Back to top button