‘તમારા પર ખતરો’ ઈઝરાયલે પહેલા વોર્નિંગ આપી, પછી હવાઈ હુમલા કર્યાં
HD ન્યૂઝ ડેસ્ક- 25 ઑગસ્ટ : ઈઝરાયલના સૈન્યએ એકવાર ફરીથી લેબેનોનમાં ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહના કેટલાક ઠેકાણાઓ પર તાબડતોબ હવાઈ હુમલા કર્યા છે. આ વખતે 100થી પણ વધુ ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા. લેબેનોનના હવાઈ હુમલાના જવાબમાં ઈઝરાયલ દ્વારા આ કાર્યવાહી કરાઈ હોવાની જાણકારી પણ મળી રહી છે. આ દરમિયાન હિઝબુલ્લાહના ઠેકાણે હુમલા વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ સુરક્ષા કેબિનેટની ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી.
ઈઝરાયલે શું કહ્યું?
આ હુમલા વિશે ઈઝરાયલી મીડિયાએ કહ્યું કે આઈડીએફના ચીફ ઓફ સ્ટાફ જાતે જ આ હુમલાનું નિરીક્ષણ કરી રહ્યા છે. ગુપ્તચરોની જાણકારીના આધારે અમારી વાયુસેના હિઝબુલ્લાહના ઘણા ઠેકાણાઓ પર હુમલા કરી રહી છે. છેલ્લા એક કલાકથી વધુ સમય દરમિયાન ડઝનેક લડાકૂ વિમાનોએ પણ દક્ષિણ લેબેનોનમાં કહેર વર્તાવ્યો છે.
ઈઝરાયલ ઉપર હુમલાનો ખતરો?
બીજી બાજુ તેલ અવીવ નજીક આવેલા બેન ગુરિયન એરપોર્ટ પર અત્યારે અસ્થાયી રૂપે સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે અને ઉત્તર ઈઝરાયલમાં પણ રોકેટના સાયરન પણ વાગી રહ્યા છે. ઈઝરાયલી નેશનલ ઈમરજન્સી એન્ડ એમ્બ્યુલન્સ સર્વિસ, એમડીએએ એમ પણ કહ્યું કે અમે દેશભરમાં એલર્ટનું સ્તર વધારીને ગંભીર સ્તરે લઈ ગયા છીએ.
આ પણ વાંચો : યુપીના બિજનૌરમાં કિસાન એક્સપ્રેસ ટ્રેનના AC કોચના થઈ ગયા બે ભાગ, મુસાફરો ગભરાયા, જૂઓ વીડિયો