આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

ઈઝરાયલ ગાઝામાં હમાસની સુરંગોમાં સ્પોન્જ બોમ્બનો ઉપયોગ કરશે

  • બોમ્બના વિસ્ફોટથી વિશાળ માત્રામાં રાસાયણિક ફીણ બહાર આવે છે
  • આ ફીણ પથ્થર જેવું કઠણ બની જાય છે
  • આ બોમ્બ સુરંગોમાં ફાટશે તો સુરંગ સંપૂર્ણપણે બંધ થઈ જશે

તેલ અવીવ, 30 ઑક્ટોબરઃ ઈઝરાયેલ હવે ગાઝામાં હમાસની સુરંગો બંધ કરવા માટે સ્પોન્જ બોમ્બનો ઉપયોગ કરવાનું છે. આ બોમ્બના વિસ્ફોટથી વિશાળ માત્રામાં રાસાયણિક ફીણ બહાર આવે છે. થોડીવારમાં આ ફીણ પથ્થર જેવું કઠણ બની જાય છે. આ બોમ્બને પ્લાસ્ટિકની મોટી થેલીમાં રાખવામાં આવે છે. કેમિકલની વચ્ચે એક સળિયો હોય છે જેને હટાવતા જ બોમ્બમા વિસ્ફોટ થાય છે.

ઈઝરાયેલ તેના અવનવા હથિયારો માટે વિશ્વભરમાં જાણીતું છે. તેણે ગાઝા પટ્ટીમાં હાજર હમાસના આતંકવાદીઓની સુરંગોને બંધ કરવા માટે એક નવું હથિયાર શોધી કાઢ્યું છે. આ એક ખાસ બોમ્બ છે. તેને ફોડવાથી વિસ્ફોટ થતો નથી પણ જ્યાં આ બોમ્બ ફૂટે છે ત્યાંથી પુષ્કળ ફીણ નીકળે છે. અને તે ફીણ પાછળથી પથ્થરની જેમ સખત બની જાય છે. ઈઝરાયેલ સુરંગોમાં બોમ્બ ફોડીને તેને બંધ કરી દેશે. ઈઝરાયેલના સંરક્ષણ દળો માટે સૌથી મોટો પડકાર આ ટનલોને બંધ કરવાનો છે કારણ કે તેનો ફાયદો ઉઠાવીને હમાસના આતંકીઓ ભાગી જાય છે. છુપાઇને ગોરિલા યુદ્ધ કરે છે.

આ સુરંગોમાં હમાસ તેના હથિયારો છુપાવે છે. તેમાંથી જ રોકેટ છોડે છે. રોકેટ અને હથિયારોનો સંગ્રહ કરે છે. ઈઝરાયેલના ગ્રાઉન્ડ એટેક દરમિયાન હવે સૌથી મોટું કામ ટનલ બંધ કરવાનું છે. હવે સામાન્ય માટી કે કોંક્રીટ વડે ટનલ બંધ કરવામાં સમય અને નાણાંનો વ્યય થશે. તેથી જ ઈઝરાયેલ સ્પોન્જ બોમ્બનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે.

પ્રથમવાર સ્પોન્જ બોમ્બનો ઉપયોગ થશે

સ્પોન્જ બોમ્બનો ઉપયોગ કદાચ પ્રથમ વખત થવા જઈ રહ્યો છે. આ એક ખાસ પ્રકારનો બોમ્બ છે. આ બોમ્બના વિસ્ફોટ પછી નીકળેલું ફીણ થોડા જ સમયમાં કોંક્રીટની જેમ સખત બની જાય છે. મતલબ કે જો આ બોમ્બ સુરંગોમાં ફાટશે તો સુરંગ સંપૂર્ણપણે બંધ થઈ જશે. ન તો કોઈ અંદરથી બહાર આવી શકશે અને ન તો બહારથી કોઈ અંદર જઈ શકશે. આ કોંક્રીટ તોડવું સહેલું નથી.

સ્પોન્જ બોમ્બ કેવી રીતે કામ કરે છે?

સ્પોન્જ બોમ્બ પ્લાસ્ટિકની થેલીમાં હોય છે. જેમાં બે અલગ અલગ કેમિકલ હોય છે. આ રસાયણોને મેટલ પ્લેટ અથવા સળિયા દ્વારા અલગ રાખવામાં આવે છે. જ્યારે આ સળિયા દૂર કરવામાં આવે છે. ત્યારે રસાયણો એકબીજા સાથે પ્રતિક્રિયા કરીને ફીણવાળું પ્રવાહી મિશ્રણ બનાવે છે. જે હવાના સંપર્કમાં આવતા જ ઝડપથી ફેલાઈ જાય છે. તે ધીમેધીમે વધુ સખત થતું રહે છે. તે એટલી ઝડપથી ફેલાય છે કે તેની કલ્પના પણ કરી શકાતી નથી. એટલે તેનાથી સુરંગોને ઝડપથી બંધ કરી શકાય છે.

બંધકોને ટનલમાં છુપાવવામાં આવ્યા છે

હમાસના આતંકવાદીઓએ બંધકોને સુરંગોમાં છૂપાવી દીધા છે. ઇઝરાયલી કમાન્ડો સુરંગમાં તપાસ કરતી વખતે એક બાજુથી સુરંગમાં આ બોમ્બ ફોડવાનું શરુ કરશે જેથી સુરંગ બંધ થતી રહે. આ બોમ્બમાં હાજર રસાયણો અત્યંત  જ્વલનશીલ. પરંતુ કઠણ થયા પછી તેને તોડવું અથવા ફોડવું સરળ નથી. એકવાર તે વિસ્ફોટ થાય છે અને સુરંગ બંધ કરે છે પછી તેને ફરીથી ખોલવું ખૂબ મુશ્કેલ હશે.

અમેરિકા આવી ગોળીઓનો ઉપયોગ કરી ચૂક્યું છે

યુએસ સેનાએ 1990ના દાયકામાં સોમાલિયામાં તોફાનીઓને કાબૂમાં લેવા માટે અલ્ટ્રા-સ્ટીકી ફોમ બુલેટનો ઉપયોગ કર્યો હતો. આ ગોળીઓમાંથી નીકળતા ફીણ તોફાનીઓના હાથ-પગ બાંધી દેતા હતા. જેના કારણે તે ઘાયલ થયા વગર પડી જતો હતો. બાદમાં તેની ધરપકડ કરવામાં આવતી હતી.

આ પણ વાંચો, જમ્મુ-કાશ્મીર: પુલવામામાં આતંકવાદી હુમલો, યુપીના મજૂરને ગોળી મારી

Back to top button