ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

“જો બાળકોનો હત્યારો નેતન્યાહુ જીવિત છે, તો અમે તેને શોધીને મારી નાખીશું”; IRGC એ ઇઝરાયલી PMને આપી ખુલ્લી ધમકી

Israel US Iran War: ઇઝરાયેલ અને અમેરિકાની સાથે ચાલી રહેલા ભયંકર યુદ્ધ વચ્ચે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને કોઈપણ કિંમતે મારી નાખવાની ધમકી આપી છે. રવિવારે IRGC એ પ્રતિજ્ઞા લીધી કે તેઓ બેન્જામિન નેતન્યાહૂનો પીછો કરીને તેમને મારી નાખશે. આ ધમકી પછી ઇઝરાયલથી લઈને અમેરિકા સુધી ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. ઈરાનની આ ગાર્ડ ફોર્સે કહ્યું છે કે તેઓ નેતન્યાહૂને ગમેત્યાંથી શોધીને મારી નાખશે. ઇરાની હુમલામાં નેતન્યાહૂ માર્યા ગયા કે જીવતા છે તે સમાચાર અંગે ઇરાન પણ શંકાશીલ છે ત્યારે IRGC એ આ પ્રતિજ્ઞા લીધી છે.

જો નેતન્યાહૂ જીવિત છે તો પીછો કરીને મારી મારીશું

સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ છેલ્લા કેટલાક દિવસોથી દેખાયા નથી. કેટલીક પોસ્ટોમાં તો એવો પણ દાવો કરવામાં આવે છે કે ઈરાને તેમની હત્યા કરી દીધી છે. જોકે આ દાવાઓ અંગે હજુ સુધી કોઈપણ પક્ષ તરફથી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ દરમિયાન નેતન્યાહૂને નિશાન બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે. IRGC એ કહ્યું, “જો બાળકોને મારનાર આ અપરાધી હજી જીવિત છે, તો અમે તેને સંપૂર્ણ શક્તિથી પીછો કરીને મારી નાખીશું.” ઈરાની ગાર્ડ્સે તેમની વેબસાઇટ, સેપા ન્યૂઝ પર આ ખુલ્લી ધમકી આપી છે. IRGCના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે નેતન્યાહૂના જીવિત છે કે મૃત હોવાની અફવાઓ વચ્ચે ઈરાન પણ હજુ સ્પષ્ટ નથી.

ઈરાન નેતન્યાહૂને કેમ મારવા માંગે છે?

28 ફેબ્રુઆરીના રોજ, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સે એક સંયુક્ત ઓપરેશન ચલાવીને ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીની સહિત અનેક વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને નેતાઓની હત્યા કરી. ત્યારથી, ઈરાને ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ સામે સંપૂર્ણ પાયે યુદ્ધ શરૂ કર્યું છે. ઈરાને મિસાઈલ અને ડ્રોન હુમલાઓ દ્વારા સમગ્ર મધ્ય પૂર્વમાં ઇઝરાયલી અને અમેરિકન લશ્કરી થાણાઓ, દૂતાવાસો અને અન્ય સરકારી અને બિન-સરકારી સંસ્થાઓને નિશાન બનાવી છે. આનાથી સમગ્ર મધ્ય પૂર્વ યુદ્ધની લપેટમાં આવી ગયું છે. દરમિયાન, ઈરાનના નવનિયુક્ત સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ ખામેનીના પુત્ર, મોજતબા ખામેનીએ તેમના પિતાની શહાદતનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. ઈરાન નેતન્યાહૂ અને ટ્રમ્પ પર આયાતુલ્લાહ ખામેનીના હત્યારા હોવાનો આરોપ લગાવી રહ્યું છે. તેથી, IRGC એ નેતન્યાહૂની હત્યા કરવાની પ્રતિજ્ઞા લીધી છે.

આ પણ વાંચો: ઈરાન યુદ્ધના ત્રીજા સપ્તાહે પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી, પેટ્રોલ મોંઘું થયા બાદ સરકારનો મોટો નિર્ણય

Back to top button