ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઇઝરાયેલે હમાસને ખતમ કરવા AI હથિયારોનો ઉપયોગ શરુ કર્યો

  • ટનલમાં છુપાયેલા હમાસના લડવૈયાઓને ખતમ કરવા ઈઝરાયેલ હવે AIનો ઉપયોગ કરી રહ્યું છે
  • ઇઝરાયેલ આર્મીની AI સિસ્ટમનું નામ હાબસોરા છે. આ સિસ્ટમ યુદ્ધમાં ઓટોમેટિક કામ કરે છે

ગાઝા, 25 ડિસેમ્બર: ગાઝામાં છેલ્લા 79 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એવા તબક્કે પહોંચી ગયું છે કે તે ભવિષ્યના કોઈ પણ યુદ્ધની રીત બદલી શકે છે. કારણ કે ગાઝા યુદ્ધમાં હવે AI હથિયારોનો ઉપયોગ શરૂ થયો છે. ઇઝરાયેલની સેના હમાસના ટાર્ગેટને નષ્ટ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહી છે.

ગાઝા યુદ્ધમાં AIની એન્ટ્રી બાદ આ યુદ્ધ ઓટોમેટિક થઈ ગયું છે, જેમાં એક તરફ માણસો છે અને બીજી તરફ મશીનો છે. વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર, IDF આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને હમાસની ટનલો અને છુપાયેલા લક્ષ્યોને નિશાન બનાવી રહ્યું છે. એટલું જ નહીં, હમાસ AIની મદદથી કમાન્ડરનું લોકેશન પણ ટ્રેસ કરી રહ્યું છે અને તેને જમીનમાં દફનાવી રહ્યું છે. 23 ડિસેમ્બરે પણ IDFએ હમાસ કમાન્ડર હસન અતરાશને ખતમ કર્યો હતો.

હસનને ખતમ કર્યા બાદ ઇઝરાયેલે મોટી સફળતા ગણાવી

ઈઝરાયેલનો દાવો છે કે આ હુમલામાં હસન અતરાશ સિવાય ઘણા કમાન્ડર પણ માર્યા ગયા હતા. ઈઝરાયેલ હસનના મૃત્યુને મોટી સફળતા ગણાવી રહ્યું છે. કેમકે હસન અતરાશ હમાસ માટે હથિયારોનો સોદો કરતો હતો. તે હમાસ માટે હથિયારોની વ્યવસ્થા કરતો હતો અને હસન અતરાશને ગાઝા કયા માર્ગેથી હથિયારો પહોંચશે તેની દરેક માહિતી હતી. હસન અતરાશ વેસ્ટ બેંકમાં પણ હથિયાર પહોંચાડતો હતો.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હમાસ કમાન્ડરને મારવા માટે ઇઝરાયલે પોતાના ખાસ AI હથિયારનો ઉપયોગ કર્યો છે. ઈઝરાયેલે હાલમાં જ આ હથિયાર બનાવ્યું છે. ઇઝરાયેલ આર્મીની AI સિસ્ટમનું નામ હાબસોરા છે. હાબસોરા દુશ્મનની સ્થિતિનું ચોક્કસ સ્થાન શોધી કાઢે છે.

AI હથિયાર 24 કલાકમાં 100થી વધુ ટાર્ગેટ શોધી શકે છે

ઇઝરાયેલના આ હથિયારની ક્ષમતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે તે 24 કલાકમાં 100થી વધુ ટાર્ગેટ શોધી શકે છે. આ માટે હસબોરા ડ્રોન ફૂટેજ અને સર્વેલન્સ ડેટાનો ઉપયોગ કરે છે. ડેટાને સ્કેન કર્યા પછી, તે હમાસના સ્થળોનું ચોક્કસ સ્થાન આપે છે, ત્યારબાદ ઇઝરાયેલની સેના ત્યાં હવાઈ હુમલો કરે છે. હાબસોરા માર્યા ગયેલા લોકોના ચોક્કસ આંકડા પણ આપે છે. એટલે કે આ હથિયારની મદદથી ઈઝરાયેલ દુશ્મનની નજીક ગયા વિના તેનું ચોક્કસ સ્થાન જાણી શકે છે. એવો દાવો કરવામાં આવે છે કે IDF યુદ્ધની શરૂઆતથી જ હાબસોરાનો ઉપયોગ કરી રહ્યું હતું, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં તેનો ઉપયોગ વધુ તીવ્ર બન્યો છે.

યુદ્ધમાં મૃત્યુઆંક 20 હજારને પાર

છેલ્લા 24 કલાકમાં ઈઝરાયલે હમાસના 200થી વધુ ટાર્ગેટોને નષ્ટ કર્યા છે. ઈઝરાયેલના આ હુમલામાં 201 ગાઝાના લોકોના મૃત્યુના પણ સમાચાર છે જ્યારે 368 લોકો ઘાયલ થયા છે. ગાઝામાં મૃત્યુઆંક 20 હજારને વટાવી ગયો છે, જે આગામી દિવસોમાં વધુ વધી શકે છે.

આ પણ વાંચો: નાઈજીરિયામાં આત્મઘાતી હુમલામાં 16 લોકોએ જીવ ગુમાવ્યા

Back to top button