ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઇઝરાયેલ યુદ્ધ રોકવા તૈયાર! હમાસ સામે મૂકી આ શરત

Text To Speech
  • ઈઝરાયલ – હમાસ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર: ઇઝરાયેલ હાલ માટે યુદ્ધ રોકવા માટે રાજી. પરંતુ યુદ્ધ રોકવા માટે હમાસ સામે બંધકોને લગતી શરત મુકવામાં આવી

ઇઝરાયેલ – હમાસ યુદ્ધ, 23 જાન્યુઆરી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધ ચાલુ છે. ઇઝરાયેલે તાજેતરના સમયમાં અવારનવાર હુમલા કર્યા છે, જેના પરિણામે સેંકડો લોકોના જીવ ગયા છે. જો કે, બે મહિનાથી વધુ લાંબા સમય સુધી યુદ્ધ લડ્યા પછી, ઇઝરાયલે હવે પોતાની જાતે જ યુદ્ધને રોકવાની પહેલ કરી છે. પરંતુ આ યુદ્ધ હંમેશા માટે નહીં પણ બે મહિના માટે રોકવામાં આવી શકે છે. આ માટે હમાસને ઇઝરાયેલ દ્વારા પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઇઝરાયેલ દ્વારા એક મોટી પહેલ કરવામાં આવી છે. ઇઝરાયેલે હમાસને પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવની સૌથી મહત્વની વાત એ છે કે ઈઝરાયલે આ યુદ્ધને બે મહિના માટે રોકવાનું મોટું નિવેદન આપ્યું છે. આ પ્રસ્તાવ ઇજિપ્ત અને કતાર દ્વારા મોકલવામાં આવ્યો છે.

યુદ્ધ રોકવાના પ્રસ્તાવ શું છે શરત?

  • ઇઝરાયેલ દ્વારા યુદ્ધ રોકવા માટે મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં ખાસ કરીને ગાઝામાં બંધક બનેલા તમામને મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે.

કેમ ઇઝરાયેલે બંધકોને છોડવાની માંગ કરી?

ઇઝરાયેલ – હમાસ યુદ્ધમાં ઇઝરાયેલના ઘણા લોકોને હમાસે ગાઝામાં બંધક બનાવીને રાખ્યા છે. જેના કારણે ઇઝરાયેલમાં રહેલા તેમના પરિવારના સભ્યો દ્વારા ઇઝરાયેલ સરકાર પર ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમના પરિવારના સભ્યોને છોડાવાની ઠેર-ઠેર રેલીઓ કરી પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ઇઝરાયેલ સરકાર યુદ્ધ રોકીને બંધકોને છોડવાની માંગ કરી રહ્યું છે.

આ પણ વાંચો: અમેરિકી પ્રમુખના નામે નકલી રેકોર્ડિંગ કોલથી મતદારોને વોટ ન કરવાની થઈ અપીલ

Back to top button