ટ્રેન્ડિંગવર્લ્ડ
‘જંગ તો કાલે ખતમ કરી દઈએ, બસ હમાસ એક શરત માની લે’ : નેતન્યાહૂ
ઇઝરાયેલ, 18 ઓકટોબર : ઇઝરાયેલે ગુરુવારે હમાસના સુપ્રીમ કમાન્ડર યાહ્યા સિનવરની હત્યા કરી હતી. સિનવારને ઇઝરાયલે ડ્રોન હુમલા દ્વારા માર્યો હતો. આટલું જ નહીં, મૃત્યુ પછીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે બતાવે છે કે સિનવરની હત્યા કેવી રીતે કરવામાં આવી હતી. આના કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ એક મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે જો હમાસ શસ્ત્રો નીચે મૂકે અને તમામ યહૂદી બંધકોને મુક્ત કરે તો યુદ્ધ સમાપ્ત થઈ શકે છે. તેમણે કહ્યું કે જો હમાસ અમારી ઓફર સ્વીકારશે તો આવતીકાલે જ યુદ્ધ સમાપ્ત થઈ જશે.
આ પણ વાંચો : ‘કિંગ’માં શાહરૂખ અને સુહાનાના રોલનો ખુલાસો, આ અવતારમાં પિતા-પુત્રીની જોડી