ઇઝરાયેલે હમાસના લશ્કરી વડા મોહમ્મદ ડાયફને હવાઈ હુમલામાં ઠાર માર્યો
- ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા વર્ષેના ઓક્ટોબર મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, હમાસ હવે નબળું પડ્યું
જેરૂસેલમ, 1 ઓગસ્ટ: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા વર્ષેના ઓક્ટોબર મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે, હમાસ હવે આ યુદ્ધમાં નબળું પડી રહ્યું છે. એક પછી એક હમાસના તમામ ટોચના નેતાઓ અને અધિકારીઓની હત્યા કરવામાં આવી રહી છે. હવે ઈઝરાયેલની સેનાએ જાહેરાત કરી છે કે, હમાસના સૈન્ય વડા મોહમ્મદ ડાયફ માર્યા ગયા છે. ઈઝરાયેલે જુલાઈમાં હવાઈ હુમલામાં ડાયફને ઠાર માર્યો હોવાનો દાવો કર્યો હતો. મોહમ્મદ ડાયફ ઈઝરાયેલના ટોપ મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો.
We can now confirm: Mohammed Deif was eliminated.
— Israel Defense Forces (@IDF) August 1, 2024
7 ઓક્ટોબરના હુમલાનો માસ્ટરમાઇન્ડ
ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે સોશિયલ મીડિયા પર મોહમ્મદ ડાયફની હત્યાના સમાચારની પુષ્ટિ કરી છે. ઈઝરાયેલની સેનાએ માહિતી આપી છે કે, મોહમ્મદ ડાયફને ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરે થયેલા હુમલા પાછળનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવતો હતો. તે હમાસના લશ્કરી વડા હતા. ઉલ્લેખનીય છે કે, 7 ઓક્ટોબરના રોજ હમાસે ઈઝરાયેલમાં ઘૂસીને લગભગ 1200 લોકોની હત્યા કરી હતી અને સેંકડો લોકોને બંદી બનાવીને ગાઝા પટ્ટી લઈ ગયા હતા.
ડાયફની હત્યા કેવી રીતે થઈ?
ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે અહેવાલ આપ્યો છે કે, 13 જુલાઈ, 2024ના રોજ, IDF ફાઈટર પ્લેન્સે ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં હુમલો કર્યો હતો. સેનાએ કહ્યું છે કે, ગુપ્ત માહિતી મળ્યા બાદ બાદમાં એ વાતની પુષ્ટિ કરી શકાશે કે હુમલામાં મોહમ્મદ ડાયફ માર્યો ગયો.મહત્ત્વપૂર્ણ છે કે, મોહમ્મદ ડાયફ ઈઝરાયેલના ટોપ મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. આ પહેલા તે ઘણી વખત ઈઝરાયેલને ફસાવી ચૂક્યો છે.
ઈસ્માઈલ હાનિયાની પણ હત્યા કરી નાખી
બુધવારે હમાસના રાજકારણી અને પ્રમુખ ઈસ્માઈલ હાનિયાની પણ હત્યા કરવામાં આવી હતી. તેઓ ઈરાનના નવા પ્રમુખના શપથ ગ્રહણ સમારોહ માટે ઈરાનની મુલાકાતે ગયા હતા. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે કહ્યું છે કે, હુમલામાં તેહરાનમાં હાનિયાના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં હમાસના વડા તેમજ એક અંગરક્ષક માર્યા ગયા હતા.
આ પણ જૂઓ: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની તૈયારી! સુપ્રીમ લીડર ખામેનેઈએ હુમલો કરવાનો આપ્યો આદેશ