ઈઝરાયેલે કરી ગાઝાપટ્ટીની સંપૂર્ણ ઘેરાબંધી, યુદ્ધની સ્થિતિ વણસી
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ જ છે ત્યારે ઈઝરાયેલે હવે ગાઝા પર તેના છેલ્લા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. ઈઝરાયેલે ગાઝાપટ્ટી પર સંપૂર્ણ પણે ઘેરાબંધી લગાવી છે. આ ઘેરાબંધીમાં ખાદ્ય પદાર્થો, બળતણ અને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધનો મુકવામાં આવ્યો છે. ઈઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે ત્રણ દિવસ સુધી ચાલેલા સંઘર્ષ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને પક્ષોના 1,100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. માત્ર ઈઝરાયેલની વાત કરીએ તો હમાસના હુમલામાં તેમના 44 સૈનિકો સહિત 700થી વધુ લોકો માર્યા ગયા છે. આ સાથે જ ઈઝરાયલે ગાઝા પર સંપૂર્ણ કબજો કરવા માટે 1 લાખ સૈનિકો પણ મોકલ્યા છે.
ઈઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગૈલેંટે કહ્યું, ‘અમે ગાઝા પટ્ટીને સંપૂર્ણ ઘેરી લેવાનો આદેશ આપ્યો છે. જેમાં ના તો વીજળી હશે, ખોરાક નહીં, બળતણ નહીં, બધું બંધ છે. અમે માણસના રુપમાં જાનવરો સાથે લડી રહ્યા છીએ જેથી તે મુજબ નિર્ણય લઈ રહ્યા છીએ.
ઈઝરાયેલની એરફોર્સ પણ હુમલો: જ્યારે ઈઝરાયેલની વાયુસેનાએ ટ્વિટ કરીને લખ્યું કે, આ સમયે પણ વાયુસેના ગાઝા પટ્ટીમાં આતંકવાદી સંગઠનોના ડઝનબંધ લક્ષ્યાંકો પર હુમલો કરવાનું ચાલુ રાખી રહી છે. જ્યાં સુધી ઇઝરાયેલ રાજ્યના તમામ રહેવાસીઓ માટે શાંતિ સ્થાપિત ન થાય ત્યાં સુધી અમે અટકીશું નહીં.
ઈઝરાયેલે ગાઝાના કેટલાક વિસ્તારો ફરી કબજે કર્યા: ઇઝરાયેલ સેનાએ જણાવ્યું હતું કે તેણે ગાઝામાંથી અણધારી ઘૂસણખોરી કર્યા પછી દક્ષિણમાં જ્યાં હમાસના આતંકવાદીઓ છુપાયેલા હતા તે વિસ્તારો પર ફરીથી કબજો મેળવી લીધો છે,
યુદ્ધમાં બંને તરફથી બોમ્બનો વરસાદ: આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર 5000 થી વધુ રોકેટ છોડ્યા હતા. આ હુમલામાં ઈઝરાયેલમાં 700થી વધુ લોકોના મોત થયા હતા. તે જ સમયે, ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ યુદ્ધની જાહેરાત કરી છે. ત્યારથી, ઇઝરાયેલ પણ ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર બોમ્બમારો કરી રહ્યું છે. જેમાં હમાસના 800થી વધુ ઠેકાણાઓનો નાષ કરવામાં આવ્યા છે અને 400 થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયેલના હુમલામાં ઘણી મસ્જિદો અને બહુમાળી ઈમારતો પણ ધ્વસ્ત થઈ ગઈ છે.
અમેરિકા ઈઝરાયેલને વધારાની મદદ આપી રહ્યું છે: યુદ્ધ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને હમાસના આ આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે ઈઝરાયેલને વધારાના સમર્થનની જાહેરાત કરી છે. યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ એરક્રાફ્ટ કેરિયર અને યુદ્ધ જહાજોના જૂથને પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં મોકલવાનું નિર્દેશન કર્યું અને કહ્યું છે કે વોશિંગ્ટન આ વિસ્તારમાં ફાઇટર એરક્રાફ્ટ સ્ક્વોડ્રન વધારી રહ્યું છે.
આ પણ વાંચો: સંઘર્ષ વચ્ચે લેબનોનના આંતકી સંગઠને ઈઝરાયેલ પર કર્યો ઘાતકી હુમલો