પંયગબર મોહમ્મદના નિવેદન મુદ્દે ઈસ્લામિક સ્ટેટની ભારતને ધમકી, કહ્યું અનેક શહેરોમાં હુમલાઓ કરીશું
ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના વિવેદનનો મામલો શાંત પડવાનું નામ જ નથી લેતો. મોહમ્મદ પયંગબર પર કરેલા નિવેદન બાદ દેશભરમાં તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. તો કેટલીક જગ્યાએ હિંસક દેખાવો પણ થયા છે. તો બીજી તરફ નૂપુર શર્માને પણ ધમકી મળી રહી છે. ત્યારે ઈસ્લામિક સ્ટેટે ન્યૂઝ બુલેટિન જાહેર કર્યું છે. જે અંતર્ગત તેઓએ ભારત પર હુમલાની ધમકી આપી છે.
પ્રોફેટ મોહમ્મદ વિવાદ
ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ તાજેતરમાં જ મોહમ્મદ પયંગબર વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ દેશના અનેક રાજ્યોમાં હિંસાઓ થઈ. તે જ સમયે, આ ટિપ્પણીને લઈને મુસ્લિમ દેશોમાં ભારે રોષ જોવા મળે છે. અત્યાર સુધીમાં ઘણા દેશોએ આ ટિપ્પણીઓને લઈને ભારત સામે સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો છે. કુવૈત, કતાર અને ઈરાને વિવાદાસ્પદ નિવેદનોને લઈને ભારતીય રાજદૂતોને બોલાવ્યા હતા. તે જ સમયે, ખાડીના મહત્વના દેશોએ આ ટિપ્પણીઓની નિંદા કરતા પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
હવે ઇસ્લામિક સ્ટેટે પણ એક ન્યૂઝ બુલેટિન બહાર પાડ્યું છે. આ બુલેટિનમાં ઈસ્લામિક સ્ટેટે ભારત પર હુમલાની ધમકી આપી છે. વાસ્તવમાં, પ્રોફેટ મોહમ્મદ વિશે કરવામાં આવેલી ટિપ્પણીથી ગુસ્સે થઈને, ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત એ તેના મુખપત્ર અલ અજમ ફાઉન્ડેશન દ્વારા ન્યૂઝ બુલેટિન શરૂ કર્યું છે. આ બુલેટિનમાં નૂપુર શર્મા દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને ઘણા વીડિયો જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય પ્રદર્શન અને વહીવટીતંત્રની બુલડોઝર કાર્યવાહીના દ્રશ્યો પણ આ બુલેટિનમાં બતાવવામાં આવ્યા છે.
બુલેટિન વિશે માહિતી આપતા, ધ ખોરાસન ડાયરીએ ટ્વીટ કર્યું કે, ‘ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંતે તેના ફાઉન્ડેશન દ્વારા એક ન્યૂઝ બુલેટિન કર્યું છે જેમાં દર્શાવવામાં આવેલા પ્રથમ સમાચાર ભારત અને નિંદા પર કેન્દ્રિત છે. તે જ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે તે બુલેટિનમાં ઘણા વીડિયો છે.
Islamic State Khurasan Province (ISKP) has begun a news bulletin service through its mouthpiece AlAzaim foundation. The first news bulletin is focused on India and the issue of blasphemy. 1/4 pic.twitter.com/Sv4w2c7stA
— The Khorasan Diary (@khorasandiary) June 14, 2022
બુલેટિનમાં અફઘાનિસ્તાનમાં શીખો પર થયેલા હુમલાને પણ દર્શાવવામાં આવ્યો હતો. બુલેટિનના અંતે, આ સંદેશ આપવામાં આવ્યો છે કે તે ટૂંક સમયમાં ભારત પર હુમલો કરશે. વાસ્તવમાં, ISKPએ અગાઉ 55 પાનાનું પેમ્ફલેટ પ્રકાશિત કર્યું હતું, જેમાં તેણે ભારતના મુસ્લિમોને તેમની સાથે હાથ મિલાવવાનું કહ્યું હતું. જણાવી દઈએ કે આ બુલેટિન પહેલા અલ-કાયદાએ પણ પયગંબર મોહમ્મદ પર વાંધાજનક ટિપ્પણીનો બદલો લેવાની વાત કરી હતી. તેણે ભારતને ધમકી આપી હતી કે તે ભારતના ઘણા શહેરો પર હુમલો કરશે.
The video features @NupurSharmaBJP, the national spokesperson of the @BJP4India and houses of Muslims bulldozed. It then features previous statements of ISKP suicide bombers who were Indian. Threatening to conduct attacks against India wherever possible. 2/4 pic.twitter.com/UjEmM7m87p
— The Khorasan Diary (@khorasandiary) June 14, 2022
નૂપુર શર્માના નિવેદન સામે બંગાળમાં ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે
જણાવી દઈએ કે નૂપુર શર્માના નિવેદનને લઈને શુક્રવારની નમાજ બાદ દેશમાં ઘણા રાજ્યોમાં હિંસાઓ થઈ હતી. જેને લઈને બંગાળમાં વાતાવરણ ખૂબ જ ગરમાયું હતું. વાસ્તવમાં, બંગાળના જુદા જુદા જિલ્લાઓમાં, ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓ નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણી પર તેની ધરપકડની માંગ કરી રહ્યા છે.