ટ્રેન્ડિંગનેશનલ

ઇસ્કોને પોતાના સંન્યાસી પર લગાવ્યો એક મહિનાનો પ્રતિબંધ; સ્વામી વિવેદાનંદ પર કરી હતી ટિપ્પણી

Text To Speech

કોલકાતા: ઇસ્કોન (ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ણા ચેતના) એ જણાવ્યું છે કે તેઓએ તેમના એક સાધુ અમોઘ લીલા દાસ પર એક મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે.

અમોઘ લીલા દાસે સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ પર નિવેદન આપ્યું હતું જેના કારણે વિવાદ થયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તેમના નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, અમોઘ લીલા દાસે સ્વામી વિવેકાનંદની માછલી ખાવા માટે ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે એક નેક વ્યક્તિ (દિવ્ય પુરૂષ) ક્યારેય કોઈ જીવને નુકસાન પહોંચાડવાનું વિચારી શકતો નથી.

આ ઉપરાંત અમોઘ લીલા દાસે પણ રામકૃષ્ણ પરમહંસ પર કટાક્ષ કર્યો હતો. આ નિવેદનોને કારણે ટીએમસીના મહાસચિવ કુણાલ ઘોષે ટ્વીટ કરીને અમોઘ લીલા દાસ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

તેમણે કહ્યું કે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદનું અપમાન સહન કરવામાં આવશે નહીં. ઈસ્કોને ટ્વીટ કરીને અમોઘ લીલા દાસ પર કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી આપી છે.

ઈસ્કોન કોલકાતા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમોઘ લીલા દાસના વિચારો સંસ્થાના ઉપદેશો અને મૂલ્યોને પ્રતિબિંબિત કરતા નથી.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “તેમની (અમોઘ લીલા દાસ)ની ગંભીર ભૂલની નોંધ લેતા ઇસ્કોને તેમના પર એક મહિના માટે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. અમે તેમને આ અંગે જાણ કરી છે. અમોઘ લીલા દાસે તેમના નિવેદન માટે માફી માંગી છે અને તેમને અનુભવાઇ ગયું છે કે તેઓએ કેટલું ભારે નુકસાન કર્યું છે.”

ઇસ્કોને જણાવ્યું છે કે અમોઘ લીલા દાસે પ્રાયશ્ચિતનું વ્રત લીધું છે. આ માટે તાત્કાલિક અસરથી તેઓ જાહેર જીવનથી અલગ થઈ ગયા અને ગોવર્ધન પર્વત પર એકાંતવાસમાં ચાલ્યા ગયા છે.

આ પણ વાંચો-Googleએ પાણીપુરી પર બનાવ્યું મજેદાર Doodle, શું કહ્યુ તેણે ભારતના લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ વિશે?

Back to top button