અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે વધુ એક ખુલાસો થયો છે, મળતી માહિતી મુજબ અકસ્માત સમયે તથ્યની કારમાં સવાર માલવિકા પટેલએ પોતાનું 14 હજાર ફોલોઅર્સવાળું ઈન્સ્ટા આઈડી ડિલીટ કર્યું છે. માલવિકાએ અકસ્માત કેસની તપાસ ચાલુ હોવા છતાં એકાઉન્ટ ડિલીટ કરતા અનેક તર્કવિતર્ક ઉભા થયા છે.
તથ્ય પટેલની સાથે કારમાં સવાર યુવતીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કર્યું
મહત્વનું છે કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસ તથ્ય પટેલ અને કારમાં સવાર તેના મિત્રો આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલની પૂછપરછ કરી છે. આ પૂછપરછ હજૂ તો પુરી પણ નથી થઈ ત્યારે તથ્ય પટેલની સાથે કારમાં સવાર માલવિકા પટેલની નામની યુવતીએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું છે. અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
એકાઉન્ટ ડિલીટ કરતા અનેક સવાલો
તમને જણાવી દઈએ કે માલવિકા પટેલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં 13 હજાર ફોલોવર્સ છે. તપાસમાં માલવિકા પટેલની પણ યુટ્યુબ ચેનલ હોવાનું સામે આવ્યું છે.પોલીસ અકસ્માત મામલે આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરી રહી છે. જેમાંથી પોલીસને કેટલાક મહત્વના પુરાવા મળી શકે તેમ છે. ત્યારે આ દરમિયાન માલવિકા પટેલે તેનું એકાઉન્ટ ડિલીટ કરી દેતા અનેક સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો : અમદાવાદ : વધુ એક નબીરાનું કારસ્તાન, નશાની હાલતમાં સર્જો અકસ્માત