ઇસ્કોન બ્રીજ અકસ્માત કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવીશું- હર્ષ સંઘવી
- હર્ષ સંઘવીએ ઇસ્કોન બ્રીજ અકસ્માતને લઈ બાપ-બેટાને આડે હાથ લીધા, કહ્યુ- બંન્નેને કાયદાનું ભાન થાય તેવી કાર્યવાહી કરાશે
- અમદાવાદ અકસ્માતને લઈ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરેન્સ કરી
- ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઈસ્કોન બ્રીજ અકસ્માતને લઈ બાપ બેટાને આડે હાથ લીધા કહ્યું – હોસ્પિટલના તબીબ કહેશે તે બાદ તરત જ તથ્યની ધરપકડ કરવામાં આવશે
અમદાવાદ: અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ગઈકાલે સર્જાયેલા ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં નવ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં પોલીસ કોન્સ્ટેબલ પણ સામેલ છે. ત્યારે આ ગંભીર અકસ્માતને લઈ હાલ આરોગ્ય મંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સોલા સિવિલ ખાતે મૃતકોના પરિજનોની મુલાકાતે પહોંચ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અને હર્ષ સંઘવીએ પરિજનોને સંવેદના વ્યક્ત કરી છે.
હર્ષ સંઘવીએ આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને આડે હાથ લીધા
આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેમણે સૌ બાળકોના માતાપિતાને વિનંતી છેકે તમારી પાસે ભલે મોટી વ્યવસ્થા હોય છે. તો તમે તમારા બાળકોને ભલે મોંઘી ગાડીઓ અપાવો. તમારી પાસે શક્તિ છે. તો અપાવો પરંતુ તમે જો આ રોડને રેસિંગ ટ્રેપ સમજીને વાહન ચલાવતા હોય તો. આજે કોઈ બીજાએ પોતાના બાળકો ગુમાવ્યા છે. ભવિષ્યમાં તમે પણ તમારા બાળકો ગુમાવી શકો છો. વધુમાં હર્ષ સંઘવીએ આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને આડે હાથે લીધા હતા. તેમણે જણાવ્યું કે,અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં રહેતા પ્રજ્ઞેશ પટેલ તેમની પોતાની મોજશોખમાં મિત્રો સાથે રાહદારી માટે બનાવેલા રોડ પર પૂરપાટ ઝડપે એક્સિડેન્ટ જોવા ઉભેલા લોકો અને ગુજરાત પોલીસ પર ગાડી ફેરવી દીધી. 9 જેટલા લોકો મૃત્યુ પામ્યા. જેમાં અનેક યુવાનો હતા. અમારા 2 જવાનો પણ મૃત્યુ પામ્યા છે.
આ પણ વાંચો- ઇસ્કોન અકસ્માત: પિતા માનવા જ તૈયાર નથી કે હવે તેમનો બાળક દુનિયામાં નથી
હાલ તથ્ય પટેલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. તેના હોસ્પિટલના તબીબ કહેશે તે બાદ તેની તરત જ ધરપકડ કરવામાં આવશે. આ સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ જેનો અનેક ગુનાઓમાં સંડોવણી પણ રહી છે. તેની પર પણ સ્થળ પર જઇને સામાન્ય નાગરિકોની સાથે માથાકૂટ કરવા અને ધમકી આપવા અંગે પણ ગુનો દાખલ કરવામાં આવશે. સાથે સાથે જે લોકો ગાડીમાં હતા તેમની પણ શોધખોળ ચાલી રહી છે.
બાપ બેટા બંન્નેને કાયદાનું ભાન કરાવાશે – હર્ષ સંઘવી
ગૃહમંત્રીએ આજે સાંજ પહેલા આરટીઓનો રિપોર્ટ પણ મળી જશે તેમ પણ જણાવ્યું હતું. સાથે જ આવતીકાલે પોસ્ટમોર્ટમના રિપોર્ટ પણ મળી જશે. આ કેસમાં એક અઠવાડિયામાં ચાર્જ શીટ પૂર્ણ કરવામાં આવશે. આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. આ કેસને મોસ્ટ સિરીયસ અને મોસ્ટ અરજન્ટ કેસ તરીકે ટ્રીટ કરવામાં આવશે. બંને બાપ બેટા જેમણે સામાન્ય પરિવારના ઘરની ખુશી છીનવીને સ્થળ પર જઇને દાદાગીરીનું ભાન થાય તેવી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાંકહ્યું કે, વધુમાં તેમણે જણાવ્યુ કે, આ કેસને મોસ્ટ સિરીયસ અને મોસ્ટ અરજન્ટ કેસ તરીકે ટ્રીટ કરવામાં આવશે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તેને ચલાવવામાં આવશે.
ઈસ્કોન બ્રિજ અકસ્માત મુદ્દે HM @sanghaviharsh નું નિવેદન#HomeMinisterHarshSanghavi #HarshSanghavi #Ahmedabad #Accident #ISKCONBridgeAccident #ahmedabadaccident #AhmedabadNews #ISKCONFlyover #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/6m1lZyaVzz
— Hum Dekhenge News (@humdekhengenews) July 20, 2023
એક જ અઠવાડિયામાં ચાર્જશિટ ફાઈલ કરાશે
વધુમાં હર્ષ સંઘવી જણાવે છે કે,મુખ્યમંત્રીની સુચનાથી અમુક વિષયો નક્કી કરવામાં આવ્યા છે. આ ઘટનાની તપાસ 5 પીઆઈ, 3થી વધારે ડીસીપી જોઈન્ટ સીપી અને સીપી પોતે આ ઘટનાનું નિરીક્ષમ કરી રહ્યા છે કે, આ ઘટનામાં એક જ અઠવાડિયામાં ચાર્જશિટ ફાઈલ કરવામાં આવશે.
આવા લોકો અન્ય લોકોના જીવન સાથે રમી રહ્યા છે – આરોગ્ય મંત્રી
માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આ દુખદ ઘટના છે. જે રીતનો અકસ્માત છે. તે જોઈને લાગે છે કે, આવા જે લોકો છે. તે અન્ય લોકોના જીવન સાથે રમી રહ્યા છે. આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમાં કોઈ શંકા નથી. પરંતુ હાલમાં જે પરિવારો નધારા બન્યા છે. તેમના માટે સંવેદના છે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દિવંગતોના પરિવારજનોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું.
આ પણ વાંચો-અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં તથ્ય પટેલના પિતા અને વકિલે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું