અમદાવાદ, 06 જૂન 2024 શહેરના ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. હવે આરોપી તથ્ય પટેલે હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી કરી છે. તથ્ય પટેલે પોતાને હૃદય સબંધિત હોવાથી જામીન માંગ્યાં છે. આ અંગે હાઇકોર્ટે જેલ ઓથોરિટી પાસેથી અરજદારનું ફ્રેશ મેડિકલ સર્ટિફિકેટ મંગાવ્યું છે. તેમજ 14 જૂને વધુ સુનાવણી રાખવામાં આવી છે.ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ તથ્ય પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 4 અઠવાડિયાના હંગામી જામીન આ જ કારણોસર માગ્યા હતા. જો કે, તથ્યને UN મહેતા હોસ્પિટલમાં સારવાર કરાવવા કોર્ટે સૂચન કર્યું હતું.
અકસ્માત બાદ જુલાઈ મહિનાથી તથ્ય જેલમાં છે
કોર્ટમાં તથ્યના વકિલે કહ્યું હતું કે, અકસ્માત બાદ જુલાઈ મહિનાથી તથ્ય જેલમાં છે. તેને વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં હૃદય સંબંધિત સારવાર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવી હતી. ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ તથ્ય પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 4 અઠવાડિયાના હંગામી જામીન આ જ કારણોસર માગ્યા હતા.તથ્યને UN મહેતા હોસ્પિટલમાં સારવાર કરાવવા કોર્ટે સૂચન કર્યું હતું. તેનો ECG રીપોર્ટ નોર્મલ આવ્યો હતો. આરોપી તથ્ય 10 મહિનાથી વધુ સમયથી જેલમાં છે. તથ્યએ 5 મહિના પહેલા છાતીમાં તકલીફ અને હૃદયના અનિયમિત ધબકારાને લઈ સારવાર લેવા અરજી કરી હતી. હાઈકોર્ટે તથ્ય પટેલની હંગામી જામીન અરજી ફગાવી દેવાનું વલણ ધરાવતાં અરજદારે પોતાની જામીન અરજી પરત ખેંચી હતી. તથ્ય પટેલે જાન્યુઆરી મહિનામાં છાતીમાં તકલીફ અને હાર્ટ બીટની અનિયમિતતાને લઈને ટ્રાયલ કોર્ટમાં સારવાર માટે 4 અઠવાડિયાની હંગામી જામીન અરજી કરી હતી, જેને ટ્રાયલ કોર્ટે નકારી નાખી હતી.
14 જૂને વધુ સુનાવણી રાખવામાં આવી
અરજદારના વકીલે જણાવ્યું હતું કે તથ્ય 20 વર્ષનો છે, તેને છાતીમાં હૃદયસંબંધી તકલીફ છે. તેના હાર્ટબીટમાં વારંવાર ઉતારચઢાવ આવી રહ્યો છે. વકીલે મેડિકલ પેપર પણ કોર્ટ સમક્ષ મૂક્યા હતા. વકીલે જણાવ્યું હતું કે, દોઢ વર્ષથી તેને આ તકલીફ છે તેણે જેલ ઓથોરિટીને પણ ફરિયાદ કરી હતી. પરંતુ છાતીમાં તકલીફ અને શ્વાસ લેવામાં તકલીફ હોવા છતાં તેને ફક્ત પેરાસીટામોલની ગોળી આપવામાં આવી હતી. તેને છાતીની ડાબી બાજુ દુઃખી રહ્યું છે, આથી તથ્યને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે હંગામી જામીન આપવામાં આવે. હાઇકોર્ટે કહ્યું હતું કે આજના સમયમાં દરેકના હૃદયના ધબકારા અનિયમિત હોય છે. જે નોર્મલ બાબત છે. તથ્યએ સારવાર માટે અને મેડિકલ પેપર મેળવવા માટે જેલ ઓથોરિટીને રજૂઆત કરવાની રહેશે.આ અંગે હાઇકોર્ટે જેલ ઓથોરિટી પાસેથી અરજદારનું ફ્રેશ મેડિકલ સર્ટિફિકેટ મંગાવ્યું છે. 14 જૂને વધુ સુનાવણી રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃગુજરાત: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે મોટા સમાચાર