ગુજરાતટોપ ન્યૂઝ

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: તથ્ય સામે આજે કોર્ટમાં 5000 પાનાની ચાર્જશીટ કરાશે રજૂ

અમદાવાદના ચકચારી ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણકારી મુજબ ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસ આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી શકે છે.આરોપી તથ્ય પટેલ સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરવા માટે પોલીસે અનેક પુરાવાઓ એકત્ર કર્યા છે. આજે પોલીસ પાંચ હજારથી વધુ પાનાની ચાર્જશીટ ફાઈલ કરશે.

પોલીસે 5 હજાર પેજની ચાર્જશીટ કરી તૈયાર

પ્રાપ્ત વિગતો મુજબ ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ પોલીસ કોર્ટમાં આજે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. આજે પોલીસ પાંચ હજારથી વધુ પાનાની ચાર્જશીટ ફાઈલ કરશે, જેમાં આરોપી તથ્ય પટેલ, તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 50થી વધુ લોકોના નિવેદનનો સમાવેશ કરાયો છે. તે સિવાય ચાર્જશીટમાં FSLના રિપોર્ટ, બાઈક સવારે લીધેલા વીડિયોના આધારે તૈયાર કરાયેલો સ્પીડ રિપોર્ટ, જગુઆર કારનો ટેક્નિકલ અને સ્પોટ રિપોર્ટ સાથે જ તથ્યના ડીએનએ સહિતના વિવિધ રિપોર્ટ જોડવામાં આવ્યા છે. આ સાથે IPCની કલમ 308 ઉમેરવાની મંજૂરી મળતા તેનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. તેમજ આ કેસમાં અકસ્માત સમયે જગુઆર કારમાં રહેલા તથ્યના મિત્રોના નિવેદનો પણ આ કેસમાં મજબૂત પુરાવા રહેશે. આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયા બાદ સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવશે.

અમદાવાદ અકસ્માત -humdekhengenews

આ પણ વાંચો : તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ અમદાવામાં પોલીસ એક્શનમાં, મેગા ટ્રાફિક ડ્રાઈવ શરૂ

અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલી સૌથી ઝડપી ચાર્જશીટ

મહત્વનું છે કે ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 1 અઠવાડિયામાં ચાર્જશીટ થશે તેવું નિવેદન આપ્યું હતું, ત્યારે ટ્રાફિક-પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલી આ સૌથી ઝડપી ચાર્જશીટ છે.

ગઈ કાલે તથ્ય પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ હતી

ઉલ્લેખનીય છે કે આરોપી તથ્ય પટેલ પહેલા પણ અનેક વખતલ અક્સ્માત કરી ચૂક્યો હોવાનુ સામે આવ્યું છે. ગઈ કાલે તથ્ય વિરુદ્ધ અકસ્માતની વધુ એક ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદ ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમા નોંધાઇ હતી. આ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર,આરોપી તથ્ય પટેલે છ મહિના પહેલાં પણ જગુઆર કાર ગાંધીનગરના એક મંદિરમાં ઘૂસાડી દીધી હતી. તથ્ય પટેલે આ અકસ્માત થર્ટી ફર્સ્ટની પાર્ટી બાદ સર્જ્યો હતો.

 આ પણ વાંચો : અમદાવાદમાં નબીરાઓ બેફામ! નશામાં ધૂત BMW કાર ચાલકે સર્જ્યો અકસ્માત

Back to top button