ઈસ્કોન બ્રીજ અકસ્માતવાળી થતા ટળી : ફુલ સ્પીડમાં કાર દિવાલમાં અથડાઈ,ચાલકનું મોત,અન્ય એક ઈજાગ્રસ્ત
- વડોદરામાં ફુલ સ્પીડમાં કાર કેચરીની દિવાલમાં અથડાઈ
- બ્રિજ પરથી ઊતરીને કાર ધડાકાભેર અથડાતા દીવાલ ધરાશાયી
- ચાલકનું મોત, અન્ય એક હાલ સારવાર હેઠળ
અમદાવાદમાં ક્યારેય પણ ન સર્જાયો હોય તેવો અકસ્માત ઈસ્કોન બ્રીજ પર સર્જાયો હતો. જેમાં 10 લોકોના મોત નીપજ્યા હતા.આ અકસ્માત સર્જાયા બાદ પોલીસ વિભાગ દ્વારા રાજ્યભરમાં તકેદારી રાખવામાં આવી રહી હતી. જેને ધ્યાને રાખી વડોદરામાં પમ પોલીસ દ્વારા પૂરતી તકેદારી રાખવાનું શરૂ કરવામાં આવ્યું છે. તકેદારીના ભાગરૂપે ગઈકાલે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર પોલીસની ટીમો રસ્તા પર ઉતરી હતી. જે દરમિયાન એક અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં મોડી રાત્રે વડોદરા શહેરમાં આવેલા પંડ્યા બ્રિજથી ફતેગંજ તરફ જવાના રસ્તે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીની કેચરીની દિવાલમાં એક કાર ધડકાભેર અથડાતા ચાલકનું મોત નીપજ્યું હતું.
ફુલ સ્પીડમાં કાર વોલમાં અથડાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર,હરણી એરપોર્ટ સામે આવેલી F-7, ગોકુલ વાટિકામાં રહેતો અર્જુનસિંહ મહેન્દ્રસિંહ ઠાકુર અને F-9માં રહેતો 24 વર્ષીય ગુંજન જિજ્ઞેશભાઇ સ્વામી કાર લઈને પંડ્યા બ્રિજ તરફથી વાયુવેગે ઘર તરફ જઈ રહ્યા હતા.પંડ્યા બ્રિજ તરફથી ઘર તરફ જઈ રહેલા અર્જુનસિંહ ઠાકુર અને ગુંજન સ્વામી પૈકી કાર ગુંજન સ્વામી ચલાવી રહ્યો હતો. ફૂલ સ્પીડમાં પંડ્યા બ્રિજ ઊતર્યા બાદ 50 મીટર દૂર આવતા ફૂડ એન્ડ ડ્રગ્સની કચેરીની કમ્પાઉન્ડ વોલમાં કાર ધડાકા સાથે અથડાઇ હતી. કારની ફુલ સ્પીડના કારણે કમ્પાઉન્ડ વોલ પણ ધરાશાયી થઈ ગઈ હતી.
યુવકના મોતથી શોકનો માહોલ
ઘટના અંગે જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને કારમાંથી બંનેને બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં કારચાલક ગુંજન સ્વામીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેની સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં ગુંજનનું મોત નીપજતાં તેની સોસાયટીમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. આ બનાવ અંગે ફતેહગંજ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : જૂનાગઢ મકાન દુર્ઘટનામાં પતિ અને બે પુત્ર ગુમાવનાર મહિલાએ એસિડ ગટગટાવ્યું, પરિવારે કર્યા ગંભીર આક્ષેપો
અમદાવાદની ઘટનાએ સૌકોઈને ચિંતામાં મૂક્યા
મહત્વનું છે કે, અમદાવાદમાં તથ્ય પટેલની કાર અકસ્માતમાં 10 થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટનાને સમગ્ર ગુજરાતને ચિંતામાં મૂકી દીધા છે. તો બીજી તરફ સરકાર અને પોલીસ તંત્ર દ્વારા ઓવર સ્પીડના કેસોમાં સખતઇ વર્તવામાં આવી રહી છે. ગતરોજ વડોદરા પોલીસ દ્વારા અકોટા દાંડિયા બજાર બ્રિજ પર વાહનચાલકોનું સખત ચેકીંગ પણ કર્યું હતું. તેવામાં રાત્રે પોલીટેક્નિક કોલેજ પાસે ભયંકર અકસ્માત થયો હતો. જેમાં ચાલકનું મોત નિપજયુ છે.
આ પણ વાંચો : કારગિલ વિજય દિવસ : અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓનું કરાયું સન્માન