ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ઈસ્કોન બ્રિજ અકસ્માત : તથ્ય પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે આપ્યા મહત્વના આદેશ

Text To Speech

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આજે તથ્ય પટેલનાં રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરાતા કોર્ટે તેને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલ્યો હતો.

તથ્ય પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.જ્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. આ મામલે પૂછપરછ દરમિયાન કેટલાક મહત્વના ખુલાસા થયા છે. આ સાથે જ આજે FSL રીપોર્ટમાં તથ્ય પટેલની કારની સ્પીડ અંગે ખુલાસો થયો છે. જેમાં તથ્ય પટેલની જગુઆર કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું છે. ત્યારે આજે આ કેસમાં તથ્યના રિમાન્ડ પુરા થતા આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરાતા કોર્ટે તેને જ્યુડિશીયલ કસ્ટડીમાં ધકેલ્યો હતો.

ઈસ્કોન અકસ્માત-humdekhengenews

અકસ્માતમાં કુલ 10 લોકોના મોત

ઈસ્કોન બ્રિજ પર 20 જૂલાઈને ગુરુવારે અકસ્માતમાં કુલ 10 લોકોના મોત થયા છે. આ મામલે મુખ્ય આરોપી તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તેમજ કારમાં સવાર 3 યુવતી સહિત 6 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમાંથી એક યુવતીએ ખુલાસો કર્યો હતો કે તથ્ય વધારે સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો. આ મામલે આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલના મામલામાં ઠેરઠેર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

આ પણ વાંચો : અરવલ્લીમાં વરસાદનો કહેર ! મકાન ધરાશાયી થતા એક વૃદ્ધનું મોત, બે યુવકો પાણીમાં ડૂબ્યા

Back to top button