અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગ

ઈસ્કોન અકસ્માત: અમે સરકારને પાંચના બદલે આઠ લાખ આપીશું અમને ન્યાય મળવો જોઇએ: પીડિત પરિવાર

Text To Speech

અમદાવાદ બ્રિજ અકસ્માત: શહેરના એસજી હાઇવે ખાતે ઇસ્કોન મંદિર ફ્લાયઓવર પર રાત્રે જેગુઆર કાર લઇને નિકળેલા તથ્ય પટેલે અકસ્માત સર્જ્યો હતો. આ ગમખ્વાર ગંભીર અકસ્માતમાં નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હાલ તો પરિવારજનો હોસ્પિટલમાં પોતાના સ્વજનના મૃતદેહ મળવાની રાહ જોઈ રહ્યા છે. આ સાથે જ ન્યાયની માંગણી પણ કરી રહ્યા છે.

બોટાદથી આવેલા મૃતક પરિવાજન ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે, અમને ન્યાય મળવો જોઈએ. અમારે વળતરની જરૂર નથી, અમે સામે સરકારને પાંચના બદલે આઠ લાખ આપીએ. સોલા હોસ્પિટલ ખાતે પહોંચેલા મંત્રી ઋષિકેશ પટેલને વાલીઓએ બે હાથ જોડી ન્યાયની અપાવવાની માંગ કરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, મંત્રી ઋષિકેશ પટેલ પાસે તો અમારી એટલી જ માગ છે કે કોઈ પણ હિસાબે અમને અમારો ન્યાય મળવો જોઈએ. વળતરની અમારે કોઇ જરૂર નથી. અમે સરકારને ફંડ આપવા તૈયારી છીએ. પાંચ નહીં આઠ લાખ આપવા તૈયાર છીએ. અમે પૈસાના ભુખ્યા નથી, પૈસા ભોગી નથી, પૈસાનો પાવર અમારે બિલકુલ નથી અને અમારે પૈસાની તાણ નથી. અમને તો ન્યાય જ જોઈએ.

મૃતક કૃનાલના મામાએ જણાવ્યું હતું કે, મૃતક મારી બેનનો ભાણીયો થાય છે. રાત્રે દોઠ વાગ્યે મારી બહેને ફોન કરી જાણ કરી હતી. જ્યારે મારા જીજાજી જાણ થતા જ બોટાદથી નીકળી ગયા હતા. હું ઈસ્કોન બ્રિજ પર પહોંચ્યો ત્યારે જાણ થઈ કે બધાને સોલા હોસ્પિટલ લઈ ગયા છે. હું સોલા હોસ્પિટલ પહોંચ્યો તો મારા ભાણીયાની લાશ મળી છે. હવે તો અમને ન્યાયની જ આશા છે.

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને ગૃહમંત્રી કાર્યવાહી કરવાના છે અને પોલીસ વિભાગ કાર્યવાહી કરશે, પરંતું જે બનાવ બન્યો છે, પરિવારના દુખમાં રાજ્ય સરકાર, પ્રતિનિધિ મંડળ અને ગુજરાતની જનતા તેમના દુખમાં સહભાગી છે.

આ પણ વાંચો- ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે તથ્ય પટેલ અને તેના પિતા સહિત 6 લોકોની અટકાયત

Back to top button