અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ઇસ્કોન અકસ્માત: બોટાદના ત્રણ કૌટુંબિક ભાઈઓની અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું

Text To Speech

બોટાદ: અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 10 લોકોના જીવ લઈ લીધા છે. અમદાવાદમાં થયેલા ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનાર બોટાદના ત્રણ (રોનક, કૃણાલ, અક્ષર) યુવાનોમાંથી બે યુવાનોની ડેડબોડી બોટાદ લાવવામાં આવી છે. જ્યાં બંને યુવાનોની બોડી બોટાદમાં આવતાજ સમગ્ર બોટાદ શહેર અને પંથકમાં ઘેરો શોક છવાઈ ગયો હતો.

મૃતક કૃણાલ કોડિયા (ઉં.વ-23)
મૃતક કૃણાલ કોડિયા (ઉં.વ-23)

કૃણાલ કોડિયાની બોડીને તેના વતન ચાસકા ગામે લઈ જવામાં આવી હતી. બંને યુવાનોની બોડી આવતા પરિવારજનોમાં આંક્રદ જોવા મળ્યો હતો. અક્ષરની અંતિમ યાત્રા ભાવનગર રોડ પરથી અને રોનકની પાળીયાદ રોડ પરથી અતિંમયાત્રા નીકળી હતી. અંતિમયાત્રામાં આખુ ગામ હિબકે ચડ્યું હતું. આ દરમિયાન માહોલ હ્રદયદ્વાવક બની ઉઠ્યું હતું.

મૃતક અક્ષર પટેલ (ઉં.વ-21)
મૃતક અક્ષર પટેલ (ઉં.વ-21)

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં મોતને ભેટેલા 9 લોકોમાં બે યુવક બોટાદના હતા. જેમાં રોનક રાજેશભાઈ વિહલપરા (ઉ. 23 બોટાદ) પણ હતો. રાજેશ ભાઈના બે દીકરા છે. જેમાં મોટો દીકરો રોનક બે વર્ષથી અમદાવાદ એન્જિનિયર કોલેજમાં અભ્યાસ કરતો હતો.

જ્યારે કુણાલ નટુભાઈ કોડિયા (ઉ. 22 મોરારિનગર પાળિયાદ રોડ, મૂળ ગામ કારિયાણી)ના પાર્થિવ દેહને પોતાના વતનમાં લાવવામાં આવ્યો હતો. નટુભાઈને સંતાનમાં બે દીકરા એક દીકરી હતા. જેમાં કુણાલ એકાદ વર્ષથી અમદાવાદ એન્જિનિયર કોલેજમાં અભ્યાસ કરતો હતો. બંને મૃતક યુવાનોના પિતા માસિયાઈ ભાઈ થાય છે.

મૃતક રોનક વિહલાપરા (ઉં.વ-21)
મૃતક રોનક વિહલાપરા (ઉં.વ-21)

બંને યુવકોના મૃતદેહ માદરે વતન આવતા આખુ ગામ હિબકે ચડ્યું હતું. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. લોકો દ્વારા એમ્બ્યુલન્સમાંથી બંને યુવક રોનક અને કૃણાલના મૃતદેહને બહાર કાઢી ઘરમાં લઈ જવામાં આવ્યા હતા. જે જોઈ લોકો પોતાની આંખમાંથી રોકી શક્યા ન હતા. બંનેના માતા-પિતા પોતાના વ્હાલ સોયાને સફેદ ચાદરમાં લપેટાયેલા જોઈ હૈયાફાટ રૂદન શરૂ કર્યું હતું. જે દીકરાને 20થી વધુ વર્ષ સુધી વ્હાલથી ઉછેર્યો હતો તેના પાર્થિવ દેહને જોઈ માતા-પિતા પર આભ ફાટ્યું હતું.

આ પણ વાંચોઃCM ભૂપેન્દ્ર પટેલે ઈસ્કોન બ્રિજ અકસ્માત પર તાબડતોડ બેઠક; ગૃહ વિભાગના અધિકારીઓને બોલાવ્યા

Back to top button