ISISના આતંકી હેરિસ ફારુકી અને તેના સાગરિતને આસામ STFએ ઝડપી લીધા


ગુવાહાટી, 20 માર્ચઃ આસામ પોલીસે આજે બુધવારે આતંકવાદી સંગઠન ISISના આતંકી હેરિસ ફારુકીને ઝડપી લીધો હતો. આસામના ઢુબરી જિલ્લામાં આસામ પોલીસના ટાસ્ક ફોર્સે ફારુકીને પકડી પાડ્યો તે સમયે તે બાંગ્લાદેશ સરહદમાંથી ભારતમાં દાખલ થઈ રહ્યો હતો. ફારુકીની સાથે તેનો સાગરિત અનુરાગ સિંહ પણ પકડાઈ ગયો છે.
આસામ STFએ જણાવ્યું કે, આ બંનેને ઢુબરીના ધર્મશાલા વિસ્તારમાં પકડી પાડવામાં આવ્યા હતા. ધરપકડ પછી બંનેને એસટીએફના ગુવાહાટી વડામથકે લઈ જવામાં આવ્યા હતા. પોલીસે માહિતી આપી કે, બંનેની ઓળખ થયા પછી જાણવા મળ્યું કે, હેરિસ ફારુકી ઉર્ફે અજમલ ફારુકી દહેરાદૂનનો રહેવાસી છે અને ભારતમાં ISISના વડા તરીકે કામગીરી કરતો હતો. તો તેનો સાથીદાર અનુરાગ સિંહ ઉર્ફે રેહાન પાણીપતનો રહેવાસી છે. તેણે ધર્માંતર કરી લીધું છે, એટલું જ નહીં પરંતુ અનુરાગની પત્ની બાંગ્લાદેશની નાગરિક છે.
આ બંને આઈસીસના ટોચના ખૂંખાર આતંકી છે અને ભારતમાં આઈસીસીનો ફેલાવો કરવાની કામગીરી કરી રહ્યા હતા.
આ પણ વાંચોઃ