ગુજરાતટ્રેન્ડિંગ

આદિવાસી યુવક પર પેશાબ કરવાની ઘટનાને લઈ ઈશુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા, જાણો શુ કહ્યું

Text To Speech
  • ભાજપના નેતાએ એક આદિવાસી યુવક પર પેશાબ કરીને માનવ સમાજને કલંકિત કરનાર કૃત્ય કર્યું છે: ઇસુદાન ગઢવી
  • મધ્યપ્રદેશના આ વીડિયોને જોઈને સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને આદિવાસી સમાજમાં ખૂબ જ રોષ છે: ઇસુદાન ગઢવી
  • ભાજપના નેતાને એવી દાખલારૂપ સજા કરવામાં આવે કે ફરી વાર કોઈ આવું કૃત્ય કરે નહીં: ઇસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી એકદમ ગંભીર મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મધ્યપ્રદેશમાં આદિવાસી સમાજના એક વ્યક્તિ પર ભાજપના એક નેતાએ પેશાબ કરીને જે હીન કૃત્ય કર્યું છે, એ આખા માનવ સમાજ પર કલંક લાગે એવું કૃત્ય છે. સત્તાના આટલા અહંકારમાં માનવતા કોઈ કઈ રીતે ભૂલી શકે છે? ગુજરાતમાં પણ આ વિડીયો જોઈને અને ખાસ કરીને આદિવાસી સમાજમાં ખૂબ જ રોષ છે.

નેતા સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ

આમ આદમી પાર્ટી એ માંગ કરે છે કે માત્ર ધરપકડ કરીને પાંચ દિવસમાં એ વ્યક્તિ પોતાનો પોલિટિકલ પાવર વાપરીને છૂટી જાય એવી નહીં પરંતુ એક દાખલો બેસે એ રીતની કાર્યવાહી કરવામાં આવે અને તેને કડકમાં કડક સજા આપવામાં આવે. ભાજપનો કે કોઈપણ બીજો વ્યક્તિ ક્યારેય પણ માનવતાને શર્મશાર કરનાર કૃત્ય ન કરે એવી કાર્યવાહી કરવામાં આવે. આવા હીન કૃત્ય કરનાર લોકોને ક્યારેય પણ કોઈ સાથ ન આપે એ પણ જરૂરી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપીને કડક કાર્યવાહીની માંગ કરશે.

આ પણ વાંચો : બોગસ બિલીંગ કૌભાંડ પર્દાફાશ, GST વિભાગે રાજકોટમાં 1500 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું

Back to top button