ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

દક્ષિણ આફ્રિકા સામેની “ટેસ્ટ” સીરિઝમાં ઈશાન કિશન નહીં રમે, જાણો કેમ ?

  • વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને ટેસ્ટ સીરીઝ નહીં રમવાનો નિર્ણય કર્યો
  • ઈશાન કિશનની જગ્યાએ BCCIએ કેએસ ભરતને ટીમમાં સામેલ કર્યો

મુંબઈ, 17 ડિસેમ્બર: ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ત્રણ મેચની T20 શ્રેણી 1-1થી ડ્રો કરી છે. હવે કે.એલ રાહુલની કપ્તાનીમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમી રહી છે. આ પછી, ભારતીય ટીમે રોહિત શર્માની કપ્તાનીમાં દક્ષિણ આફ્રિકા સામે 2 ટેસ્ટ મેચની શ્રેણી પણ રમવાની છે. પરંતુ આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને ટેસ્ટ સીરીઝ નહીં રમવાનો નિર્ણય કર્યો છે.

ટેસ્ટ સીરીઝમાંથી કેમ ખસી ગયો ઈશાન કિશન ?

ઈશાન કિશને ટેસ્ટ શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેમણે આ માહિતી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને પણ આપી છે. બીસીસીઆઈએ તેમની માંગ સ્વીકારી લીધી છે અને તેના સ્થાને કેએસ ભરતને પણ ટીમમાં સામેલ કર્યો છે.

 

બીસીસીઆઈએ એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું કે ઈશાન કિશને વિનંતી કરી છે કે તે આગામી ટેસ્ટ શ્રેણી રમી શકશે નહીં. ઈશાન કિસન અંગત કારણોસર શ્રેણીમાંથી ખસી રહ્યો છે. આ વિનંતી બાદ ઈશાનને ટેસ્ટ શ્રેણીમાંથી હટાવી દેવામાં આવ્યો છે. તેમની જગ્યાએ કેએસ ભરતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ટેસ્ટ શ્રેણી 26 ડિસેમ્બરથી રમાશે

ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે સીરીઝ રમી રહી છે. તેની પ્રથમ મેચ આજે રવિવાર (17 ડિસેમ્બર)ના રોજ થઈ હતી. જેમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને આઠ વિકેટે હરાવ્યું હતું.

જ્યારે બીજી મેચ 19મીએ અને ત્યારબાદ ત્રીજી વનડે મેચ 21મી ડિસેમ્બરે રમાશે. આ પછી 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે.

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ: રોહિત શર્મા (C), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રુતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (W), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણ અને કેએસ ભરત.

આ પણ વાંચો: IND vs SA: ટીમ ઈન્ડિયાને બેવડો ફટકો, દીપક ચહર ODI અને મોહમ્મદ શમી સિરીઝમાંથી બહાર

Back to top button