IPL-2023ટ્રેન્ડિંગસ્પોર્ટસ

WTC ફાઈનલમાંથી KL રાહુલ બહાર, રિપ્લેસમેન્ટમાં આ ખેલાડીને તક

Text To Speech

કે એલ રાહુલ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ મેચ રમી શકશે નહીં તેવી BCCIએ પુષ્ટિ કરી છે. આ સાથે BCCIએ કેએલ રાહુલની જગ્યાએ કયા ખેલાડીને તક આપવામાં આવી છે તેની પણ જાહેરાત કરી છે.

કેએલ રાહુલની જગ્યાએ BCCIએ વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનને ટીમ ઈન્ડિયામાં સામેલ કર્યો છે. જો કે કેએસ ભરત પણ ટીમ ઈન્ડિયાનો એક ભાગ છે.

ગાયકવાડ, મુકેશ અને સૂર્યકુમાર પણ ટીમ ઈન્ડિયા સાથે જશે

કેએલ રાહુલના સ્થાનની સાથે BCCIએ ત્રણ સ્ટેન્ડબાય ખેલાડીઓના નામની પણ જાહેરાત કરી છે. જેમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડ, ફાસ્ટ બોલર મુકેશ કુમાર અને વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવનો સમાવેશ થાય છે. આ ત્રણેય ખેલાડીઓ ટીમ ઈન્ડિયા સાથે ઈંગ્લેન્ડ જશે.

KL Rahul and Ishan Kishan
KL Rahul and Ishan Kishan

IPL 2023માં કેએલ રાહુલને ઈજા

ઉલ્લેખનીય છે કે, IPL 2023માં કેએલ રાહુલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. તેની જાંઘોમાં ખેંચાણ હતી. આ પછી રાહુલનું સ્કેન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાહુલ IPL 2023માંથી બહાર થઈ ગયો. જો કે ત્યારબાદ જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભાગ લઈ શકશે નહીં.

આ પણ વાંચોઃ શુભમન ગિલ હવે ફિલ્મોમાં જોવા મળશે , ભારતીય ક્રિકેટર બનશે Spider-Manનો અવાજ

IPLમાંથી બહાર થયા બાદ KL રાહુલ ભાવુક થયો

IPL 2023માંથી બહાર થયા બાદ રાહુલે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કર્યું. આ પોસ્ટમાં, તેણે તેની ઈજા વિશે અપડેટ આપી. તે પોસ્ટમાં રાહુલે લખ્યું છે કે મેડિકલ ટીમની સલાહ મુજબ હું મારી ઈજાની સર્જરી કરાવીશ, આ સર્જરી ટૂંક સમયમાં થઈ શકે છે. જો કે, મારું ધ્યાન રિહેબલિટેશન અને રિકવરી પર છે. જોકે આ સમય મારા માટે આસાન નિર્ણય નહોતો, પરંતુ હું જાણું છું કે સંપૂર્ણ રીતે સ્વસ્થ થવાનો આ યોગ્ય સમય છે.

Back to top button