IPL 2025ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ઈશાન કિશને ધમાકેદાર સદી ફટકાર્યા બાદ ટીમના માલિક કાવ્યા મારનને ફ્લાઈંગ કિસ આપી, સ્ટેડિયમમાં દેકારો થઈ ગયો

Text To Speech

IPL 2025: ઈંડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનમાં ઈશાન કિશને વિસ્ફોટક શરુઆત કરી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા પહેલી મેચમાં જ તેણે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ધમાકેદાર સદી ફટકારી. તેની સાથે જ તેણે આઈપીએલમાં પણ પહેલી સદી ફટકારી. અત્યાર સુધી દિલ્હી અને મુંબઈ ઈંડિયંસ માટે 105 મેચ રમ્યો અને એક પણ સદી નહોતી ફટકારી. પણ સનરાઈઝર્સની ટીમમાં આવતા જ પહેલી ઈનિંગ્સમાં ધમાલ મચાવી દીધી. 45 બોલમાં સદી ફટકારનારા ઈશાનના સેલિબ્રેશનને સૌનું ધ્યાન ખેંચ્યું. તેણે સદી ફટકાર્યા બાદ તરત ફ્લાઈંગ કિસ આપીને સોશિયલ મીડિયા પર માહોલ બનાવી દીધો.

સદી ફટકાર્યા બાદ ઈશાન કિશને ફ્લાઈંગ કિસ આપી

હકીકતમાં જોઈએ તો, ઈશાન કિશને આઈપીએલ 2025ની બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ 47 બોલમાં 102 રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. તેણે 45 બોલમાં પોતાની સદી પુરી કરી લીધી હતી. જેવી તેણે સદી મારી, તેવું મેદાન પર હાજર સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન તરફ ઈશારો કરતા ફ્લાઈંગ કિસ આપી દીધી. જવાબમાં કાવ્યાએ પણ તેની ઈનિંગ્સને વખાણી અને ઊભા થઈને તાળીઓ પાડી. તેમનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું. ચારે તરફ મીમ્સનો વરસાદ થવા લાગ્યો. લોકો હવે સોશિયલ મીડિયા પર આ બંનેને ખૂબ વાયરલ કરી રહ્યા છે. આવો તેના પર એક નજર નાખીએ…

ઈશાનની સદીએ SRH ને મોટી જીત અપાવી

ઈશાનની સદીના દમ પર, SRH એ પહેલી મેચમાં RR ને 44 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સના બેટ્સમેનોએ ધમાલ મચાવી અને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા. ઈશાનની સદી ઉપરાંત, ટ્રેવિસ હેડે પણ 31 બોલમાં 67 રન બનાવ્યા. વિશાળ લક્ષ્યનો પીછો કરતી વખતે, રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 242 રનનો સ્કોર બનાવવામાં સફળ રહી. સંજુ સેમસન અને ધ્રુવ જુરેલે અમુક હદ સુધી પ્રયાસ કર્યો, પરંતુ સ્કોર એટલો મોટો હતો કે ત્યાં પહોંચવું મુશ્કેલ બની ગયું.

આ પણ વાંચો: રિક્ષા ચાલકના દીકરાએ IPLની ડેબ્યૂ મેચમાં ધમાલ મચાવી, ચેન્નઈ વિરુદ્ધ 3 વિકેટ લીધી, મુંબઈએ હીરો શોધી કાઢ્યો

Back to top button