બોયફ્રેન્ડ સાથે જલ્દી લગ્ન કરશે ઈશા ગુપ્તા, કહ્યું, … તો આજે મારા ત્રણ બાળકો હોત!
- ઈશા ગુપ્તા ઘણીવાર સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનતી રહે છે. ‘રુસ્તમ’ અને ‘આશ્રમ’ જેવી વેબ સીરીઝમાં કામ કર્યા બાદ ઈશા હાલમાં ફિલ્મોથી દૂર છે અને પોતાની પર્સનલ લાઈફમાં વ્યસ્ત છે
13 મે, મુંબઈઃ ફિલ્મ ‘જન્નત 2’ (2012) થી રાતોરાત સ્ટાર બની ગયેલી અભિનેત્રી ઈશા ગુપ્તા ઘણીવાર સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનતી રહે છે. ‘રુસ્તમ’ અને ‘આશ્રમ’ જેવી વેબ સીરીઝમાં કામ કર્યા બાદ ઈશા હાલમાં ફિલ્મોથી દૂર છે અને પોતાની પર્સનલ લાઈફમાં વ્યસ્ત છે. આમ તો અભિનેત્રી તેના અંગત જીવન વિશે ખુલીને વાત નથી કરતી, પરંતુ તાજેતરમાં તેણે તેના અંગત જીવન સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
ઈશાએ તાજેતરમાં જ તેની લવ લાઈફ અને ફેમિલી પ્લાનિંગ વિશે વાત કરી છે. અભિનેત્રી હાલમાં સ્પેનિશ આંત્રપ્રિન્યોર બોયફ્રેન્ડ મેન્યૂઅલ કેમ્પોસ ગૌલરને ડેટ કરી રહી છે. તે છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં છે. 38 વર્ષીય અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે જલ્દી લગ્ન કરશે અને હવે તે સેટલ થવા માંગે છે.
બોયફ્રેન્ડ સાથે લગ્ન વિશે કરી વાત
ઈશાએ બોયફ્રેન્ડ મેન્યૂઅલ વિશે વાત કરતા કહ્યું કે, હું ખૂબ ખુશ છું કે મારી લાઈફમાં મેન્યુઅલ છે. તેણે મને રેસ્ટોરાં બિઝનેસમાં મદદ કરી છે. તેણે મારી લાઈફ સિક્યોર કરવામાં મારી મદદ કરી. હું ક્યારેક મજાકમાં તેને કહું છું કે તું હવે મને નહીં છોડી શકે, તારે લગ્ન કરવા પડશે. લગ્નના સવાલ પર ઈશાએ કહ્યું કે લગ્ન ગમે ત્યારે થઈ શકે છે. અત્યારે હું મારી હેલ્થ પર ધ્યાન આપી રહી છું. જ્યારે સમય આવશે ત્યારે હું લગ્ન કરીશ અને મને બાળકો પણ થશે. છેલ્લા બે વર્ષમાં મારા જીવનમાં અને કરિયરમાં અનેક પડકારો આવ્યા છે.
2017માં એગ્સ કરાવ્યા હતા ફ્રીઝ
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે તે 7 વર્ષ પહેલાં તેના એગ્સ ફ્રીઝ કરાવી ચૂકી છે. મેં મેન્યુઅલને મળતા પહેલા જ 2017 માં મારા એગ્સ ફ્રીઝ કરાવ્યા હતા. એગ્સ ફ્રીઝિંગ દરમિયાન, હોર્મોન્સમાં ફેરફાર થાય છે જેના કારણે તમારું વજન પણ વધે છે. શરીરમાં ઘણા ફેરફારો થાય છે પરંતુ તેની સાથે, તમે ખુશી પણ મળે છે.
IVF કે સેરોગસીથી બાળકો કરશે?
તેણે આગળ કહ્યું કે મેં જ્યારે એગ્સ ફ્રિજિંગ કરાવ્યું ત્યારે એ પ્રોસેસ ભારતમાં ખૂબ મોંઘી હતી. ત્યારે મેં વિચાર્યું હતું કે જ્યારે હું સ્વસ્થ રહીશ ત્યારે જ આ કરાવીશ. જો આજે હું અભિનેત્રી ન હોત તો મારા ત્રણ બાળકો હોત. અમે બંને લગ્ન કરવા માંગતા હતા અને બાળકો પણ ઈચ્છતા હતા. જ્યારે અમે લગ્ન કરી લઈશું ત્યારે આઈવીએફ કે સેરોગેસીની મદદ લઈશું.
આ પણ વાંચોઃ કરીના કપૂરના લાડલા જેહે તેની મધર્સ ડેની કેક ચોરીને ખાધી