હેલ્થ
શું તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે? આ રહ્યા સંકેતો
શરીરમાં પ્રવેશતા દરેક રોગને રોકી રાખવા માટે શરીર પાસે પોતાનું રોગપ્રતિકારક તંત્ર હોય છે. તેને અંગ્રેજીમાં ઈમ્યુન સિસ્ટમ કહે છે. ઘણા લોકોને જાણકારી નથી હોતી કે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે.
આ સંકેતો છે ચેતવણી
રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાના કેટલાક લક્ષણો છે. તે લક્ષણો જાણી લઈએ.
- વારંવાર શરદી-ઉધરસ થવી
- સતત થાક લાગવો
- ઘા રૃઝાતા બહુ વાર લાગે
- આંખો સુકાઈ જવી
- વારંવાર તાવ આવી જવો
- સાંધાનો દુખાવો થવો
- સૂર્યપ્રકાશમાં અનકમ્ફર્ટેબલ ફિલ થવુ
- સતત વાળ ખરતાં રહેવા
આ બધા લક્ષણો નબળી રોગપ્રતિકારક શક્તિના છે. જો આવી સમસ્યાઓ વારંવાર થતી હોય તો ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવી પડે. એ માટે આયુર્વેદ નિષ્ણાતની સલાહ લઈને ખોરાકમાં એ મુજબનો ફેરફાર કરવો જોઈએ.
આ પણ વાંચો: જાણી લો બ્રિટનના વિઝા માટેની આ ખાસ ટિપ્સ !