લાઈફસ્ટાઈલહેલ્થ

શું તમારા ચહેરા પર પણ દેખાય છે વધતી ઉંમર?: આજે જ ખાવાનું શરૂ કરો આ એન્ટી એજિંગ ફુડ

ઉંમર વધવાની સાથે સાથે આપણી સ્કીન પર તેની અસર દેખાવા લાગે છે. સ્કીન પર દેખાતી કરચલીઓ, ફાઇન લાઇન્સ એ તરફ ઇશારો કરે છે કે તમે ધીમે ધીમે વધતી ઉંમર તરફ પ્રયાણ કરી રહ્યા છો. જોકે ઉંમર વધવી એક નેચરલ પ્રોસેસ છે. તમે તેને રોકી ન શકો, પરંતુ કેટલીક વસ્તુઓની મદદથી તમે સ્કીન પર દેખાતી એજિંગ પ્રોસેસને ધીમી કરી શકો છો. સ્કીન પર દેખાતી કરચલીઓથી છુટકારો મેળવવા માટે કેરાટીનને ખુબ જરૂરી માનવામાં આવે છે. આપણી સ્કિન, વાળ અને નખમાં કેરાટિન મળી આવે છે. તે એક પ્રકારનું પ્રોટીન છે, જે સ્કિન માટે ખુબ જ ફાયદાકારક છે. તે કોઇ પણ પ્રકારના ઇન્ફેક્શનને શરીરમાં પ્રવેશતા રોકે છે.

આજે તમે એ પણ જાણો કે એવુ કયુ ફુડ છે જેમાં કેરાટિનની માત્રા વધુ હોય છે. આ બધી વસ્તુઓના રોજિંદા સેવનથી ચહેરા પરની કરચલીઓ અને ફાઇનલાઇન્સ ઘટે છે. સાથે આ બધી વસ્તુઓનું સેવન તમારી એજિંગ પ્રોસેસને સ્લો કરે છે.

સનફ્લાવર સીડ્સ

સુરજમુખીના બી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. જે કેરાટિનના ઉત્પાદનને વધારે છે. આ બી વાળને મજબુત બનાવે છે અને કન્ડીશન કરે છે. સુરજમુખીના બીમાં પેન્ટોથેનિક એસિડ, સેલેનિયમ, કોપર અને વિટામીન ઇ હોય છે. તેને તમે મુખવાસ તરીકે ખાઇ શકો છો અથવા ડ્રિંક્સમાં નાંખીને પી શકો છો.

શું તમારા ચહેરા પર પણ દેખાય છે વધતી ઉંમર?: આજે જ ખાવાનુંશરૂ કરો આ એન્ટી એજિંગ ફુડ hum dekhenge news

ઇંડા

શરીરમાં કેરાટિનના ઉત્પાદન માટે ઇંડા ખાવા એ નેચરલ રીત છે. કેરાટિનના ઉત્પાદન માટે બાયોટિનની ખાસ જરૂર હોય છે. ઇંડા બાયોટિનનો એક સારો સ્ત્રોત છે. એક ઇંડામાં છ ગ્રામ પ્રોટીન મળી આવે છે, જે કેરાટિનના નિર્માણને વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત ઇંડામાં વિટામીન એ અને બી12, રાઇબોફ્લેવિન, સેલેનિયમ જેવા ઘટકો હોય છે.

લસણ

લસણમાં એન-એસિટાઇવલિસ્ટીન નામનુ એક પ્લાન્ટ બેઝ્ડ એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે. જે વાળની કોશિકાઓને સુરજના ડેમેજથી બચાવે છે. વાળને હેલ્ધી બનાવે છે. આ ઉપરાંત લસણમાં વિટામીન સી, બી-6, મેંગેનીઝ અને અન્ય પ્રકારના વિટામીન્સ અને મિનરલ્સ મળી આવે છે.

શું તમારા ચહેરા પર પણ દેખાય છે વધતી ઉંમર?: આજે જ ખાવાનુંશરૂ કરો આ એન્ટી એજિંગ ફુડ hum dekhenge news

ડુંગળી

ડુંગળીના સેવનથી શરીરમાં કેરાટિનનું ઉત્પાદન વધે છે. આ ઉપરાંત ડુંગળીમાં ફોલેટ હોય છે. જે વાળના રોમ છિદ્રોને મજબુત કરવા માટે મહત્ત્વનુ વિટામીન છે.

ગાજર અને શક્કરિયા

શક્કરિયાને સુપરફુડ કહેવાય છે. તેમાં બીટા-કેરાટીન સામેલ છે. તે તમારી સ્કીન અને વાળને હેલ્ધી બનાવે છે. આ ઉપરાંત ગાજરમાં વિટામીન એ, વિટામીન સી, વિટામીન કે અને વિટામીન બી-8, પેન્ટોથેનિક એસિડ. ફોલેટ , આયરન, તાંબુ અને મેંગનીઝ હોય છે. તેમાં ઘણી માત્રામાં ફાઇબર અને બીટા-કેરાટીન મળી આવે છે. જે સુર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે.

શું તમારા ચહેરા પર પણ દેખાય છે વધતી ઉંમર?: આજે જ ખાવાનુંશરૂ કરો આ એન્ટી એજિંગ ફુડ hum dekhenge news

લીલા પાંદળાવાળા શાક

લીલા પાંદડાવાળી ભાજી જેમ કે પાલક, કેળ, કોબી અને લેટ્સ કેરાટિનનથી ભરપુર હોય છે. એ કપ રાંઘેલા પાંદડાવાળા શાકમાં 15.3 મિલીગ્રામ કેરાટિન મળી આવે છે. આ ઉપરાંત તે પ્રોટીન, વિટામીન, મિનરલ્સ, આયરનનો પણ સારો સોર્સ છે.

આ પણ વાંચોઃ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતની રાધિકા મર્ચન્ટ સાથે થઇ સગાઇઃ પહેલી તસવીર આવી

Back to top button