ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

તમારા બાળકોમાં કોન્ફિડન્સ ઘટી રહ્યો છે? આ રીતે કરો બૂસ્ટ

Text To Speech
  • બાળકો પોતાના માતા-પિતા પાસેથી જ અમુક બાબતો શીખે છે
  • બાળકોમાં કોન્ફિડન્સ ઓછો હોય તો  લોકો માતાપિતાના ઉછેરને જ દોષ આપે છે
  • બાળકોના ઉછેરમાં પેરેન્ટ્સ થોડીક ભુલો કરી બેસતા હોય છે

તમે ઘણી વખત સાંભળ્યુ હશે કે બાળકો પોતાના માતા-પિતા પાસેથી જ અમુક બાબતો શીખે છે. જે તેઓ પેરેન્ટ્સને કરતા જોવે છે તેને કરવાની કોશિશ કરે છે. આ કારણ છે કે બાળકો બાળપણથી જ તેજ અને હોંશિયાર હોય છે. ઘણા બાળકોનો સ્વભાવ થોડો નરમ હોય છે, તેમનામાં કોન્ફિડન્સનો અભાવ હોય તેવુ લાગે છે. તેઓ કોઇની સામે બોલતા પણ ડરે છે. આત્મવિશ્વાસનો અભાવ હોય છે. આવા બાળકો માટે લોકો માતાપિતાના ઉછેરને જ દોષ આપે છે. બાળકોના ઉછેરમાં પેરેન્ટ્સ થોડીક ભુલો કરી બેસતા હોય છે. તો અહીં આપેલી પેરેન્ટિંગ ટિપ્સ અપનાવીને તમારા બાળકને હોંશિયાર અને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવો.

તમારા બાળકોમાં  કોન્ફિડન્સ ઘટી રહ્યો છે? આ રીતે કરો બૂસ્ટ hum dekhenge news

બાળકો સાથે પ્રેમથી વાત કરો

બાળકો સાથે માતાપિતા ક્યારેક કડકાઇથી વર્તન કરતા જોવા મળે છે. આ કારણે બાળકો ડરી જતા હોય છે. બાળકો સાથે પ્રેમથી વર્તન કરો અને તેમને થોડી આઝાદી આપો, જેથી તેઓ આગળ જઇને દુનિયામાં સર્વાઇવ કરી શકે.

જરૂરી ન હોય તો હાથ ન ઉઠાવો

બાલકો ભુલો કરે છે, પરંતુ તમે બાળકોની દરેક ભુલ પર તેમને માર મારશો તો તેમનો આત્મવિશ્વાસ ઘટી જશે. તમારી કડકાઇના લીધે બાળકો લાઇફના જરૂરી અનુભવોને ખુલીને નહીં જીવી શકે. બાળકો કંઇક ભુલ કરે કે તોફાન કરે તો તેમને પ્રેમથી સમજાવો. તેમને સાચા-ખોટાનો ફર્ક સમજાવો.

તમારા બાળકોમાં  કોન્ફિડન્સ ઘટી રહ્યો છે? આ રીતે કરો બૂસ્ટ hum dekhenge news

કમ્પેરિઝન કરવાની ભુલ ન કરો

તમારે તમારા બાળકોની કોઇ પણ વ્યક્તિ સાથે કમ્પેરિઝન ન કરવી જોઇએ. આ કારણે બાળકોમાં ઇર્ષાનો ભાવ જન્મે છે. બાળકો તેમની સરખામણી બીજા સાથે કરાય ત્યારે પોતાની જાતને ઓછી આંકવા લાગે છે. તેથી બાળકોની તુલના ન કરો, તેનાથી તેમનો આત્મવિશ્વાસ મજબૂત બનશે.

બાળકોને મોટિવેટ કરો

બાળકોને મોટિવેટ કરીને પેરેન્ટ્સ તેમને સાહસી અને આત્મવિશ્વાસી બનાવી શકે છે. આવા સંજોગોમાં બાળકો કંઇક સારુ કરે તો તેમના વખાણ કરો. બાળકોને નીચુ દેખાડવાની કોશિશ નહીં કરો તો તેઓ કોન્ફિડન્ટ બની જશે.

આ પણ વાંચોઃ ગરમી અને લૂથી આ રીતે બચોઃ સ્વાસ્થ્ય મંત્રાલયે આપી સલાહ

Back to top button