તમારું બાળક બોર્ડની એક્ઝામ આપી રહ્યું છે? તો અપનાવો આ ડાયેટ ટિપ્સ
- અત્યારે એક્ઝામ ટાઈમ ચાલી રહ્યો છે. આ સમયે બાળકો અને તેમના પેરેન્ટ્સે તેમના ફૂડનું અચૂક ધ્યાન રાખવું પડશે. બાળકો જો માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ હશે તો જ તેઓ સારી રીતે અભ્યાસ કરી શકશે.
10માં અને 12માં ધોરણની બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના પેરેન્ટ્સ પણ સ્ટ્રેસમાં હશે. અભ્યાસની સાથે સાથે કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવુ પડે છે. બાળકો જો માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ હશે તો જ તેઓ સારી રીતે અભ્યાસ કરી શકશે. અત્યારે એક્ઝામ ટાઈમ ચાલી રહ્યો છે. આ સમયે બાળકો અને તેમના પેરેન્ટ્સે તેમના ફૂડનું અચૂક ધ્યાન રાખવું પડશે.
જ્યાં સુધી બાળકોની મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ સારી નહીં હોય ત્યાં સુધી તેઓ કોઇ પણ ફીલ્ડમાં સારુ પર્ફોમન્સ નહીં આપી શકે. બોર્ડ એક્ઝામ દરમિયાન માતા પિતાએ બાળકોના ડાયેટ પર ખાસ ધ્યાન આપવું જોઇએ. એક સારા ડાયેટ પ્લાનથી બાળકો સ્વસ્થ રહે છે. શરીર બિમારીઓથી દુર રહે છે. બાળકોમાં પોઝિટીવીટી આવે છે. હાલમાં ગરમી પણ શરૂ થઈ ગઈ છે. તેથી પરીક્ષા આપવા જતા બાળકોએ તેનું પણ ધ્યાન રાખવું જરૂરી રહેશે.
- થોડા થોડા સમયે કંઈક હેલ્ધી ખાવું. તેનાથી બાળકોને એનર્જી મળે છે. બાળકોને સમયાંતરે ફ્રુટ કે લીંબુ શરબત આપવુ. એક સાથે જમવાથી પેટમાં પ્રોબ્લેમ થઈ શકે છે.
- સારી હેલ્થ માટે બ્રેકફાસ્ટને સ્કીપ ન કરતા. બ્રેકફાસ્ટમાં કોઇ લાઈટ વસ્તુ ખાઇ શકાય છે. જેમકે દુધનો ગ્લાસ સાથે પૌંઆ, ઉપમા કે ઇડલી. તમે નાસ્તામાં નટ્સ પણ લઇ શકો છો.
- ક્યારેય પણ ભરપેટ જમીને એક્ઝામ આપવા ન જવું જોઈએ. એકસાથે ઘણું બધુ ન ખાઈ લો. તેના કારણે શરીરમાં આળસ આવી શકે છે. ઉંઘવાનું પણ મન થઇ શકે છે.
- પરીક્ષા દરમિયાન એ બાબતોનું ધ્યાન રાખો કે હેવી ડાયેટ ન લો તેના બદલે લિકવીડનું સેવન વધુ કરો. ગરમીની સીઝન શરૂ થઇ રહી છે તો બોડીને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે તમે લીંબુ શરબત, નારિયેળ પાણી, સૂપ, જ્યુસ, છાસ પી શકો છો. લસ્સીનો એકાદ ગ્લાસ દિવસ દરમિયાન પી શકાય.
- ઓઇલી અને મસાલેદાર ખોરાક ખાવાથી બચો. પિત્ઝા, પાસ્તા, બ્રેડ, કેક જેવા કોઇ પણ હેવી પદાર્થોનો એક્ઝામ દરમિયાન ત્યાગ કરો.
- એક્ઝામમાં પોષકતત્વોથી ભરપુર આહાર લો. ખાસ કરીને શાકભાજી કે સુપ જેવો આહાર ખોરાકમાં સામેલ કરવાથી એનર્જી બુસ્ટ થશે અને મન પણ ફ્રેશ થશે.
- પરીક્ષા આપવા જઈ રહ્યા હો ત્યારે પાણીની બોટલ સાથે જ રાખજો અને અડધા અડધા કલાકે પાણી પીતા રહેજો. તમે રિફ્રેશ ફીલ કરશો. પાણી આપણા શરીરના કેમિકલ રિએક્શનને તેજ કરે છે. તેનાથી આપણું મગજ ઝડપથી કામ કરવા લાગે છે. સાથે સાથે આપણો થાક દુર થાય છે.
- બાળકોને સ્નેક્સમાં નટ્સ, સ્પ્રાઉટ્સ, દહીં, મખાના, સ્મુધી કે સિંગ ચણા જેવી વસ્તુઓ આપી શકાય છે. સ્નેક્સ બાળકોમાં પોષકતત્વોની કમીને પુરી કરે છે.
- પુરતી ઊંઘ પણ જરૂરી છે, પુરતી ઊંઘ લેવાનો પ્રયાસ કરો. શક્ય હોય તો રાતે જાગીને ન વાંચો, તેના બદલે સવારે વહેલા ઉઠો. જોકે વ્યક્તિએ વ્યક્તિએ વાંચનની રીતમાં ફર્ક હોય છે તેથી તે જે તે વ્યક્તિ પર નિર્ભર કરે છે.
- જો તમે ચા કોફીનું સેવન કરતા હો તો પરીક્ષા દરમિયાન ચાના બદલે કોફી અથવા ગ્રીન ટી પી શકો છો. તેનાથી તમારું મગજ વધુ એક્ટિવ રહેશે.
આ પણ વાંચોઃ કાર્તિક આર્યન એક્ટિંગ છોડવા માંગે છે! જાણો અભિનેતાની ઇચ્છા શું છે?