તમારો કૉલ રેકોર્ડ થઈ રહ્યો છે ? કેવી રીતે તપાસશો ?
આજના ટેક્નોલોજીના યુગમાં કોઈ પણ વ્યક્તિ ટેક્નોલોજીનો ખોટો ઉપયોગ કરી શકે છે, ત્યારે ઘણી વખત એવા કિસ્સા સામે આવતા હોય છે કે તમારો કૉલ રેકોર્ડ થઈ રહ્યો હોય અને તેની તમને જાણ પણ નથી હોતી. તો આજે અમે તમને એક એવી રીત જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે જાણી શકશો કે કોઈ તમારો કૉલ રેકોર્ડ થઈ રહ્યો છે કે નહીં.
આ પણ વાંચો : વિશ્વભરમાં ટ્વિટર ડાઉન, વપરાશકર્તાઓને પેજ લોડ કરવામાં પડી મુશ્કેલી
ફોન કોલ્સ રેકોર્ડિંગની વાત કરવામાં આવે તો ભારતમાં તે ગેરકાયદેસર છે અને કાયદેસર રેકોર્ડ થયેલા રેકોર્ડિંગ જે-તે વ્યક્તિની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિ કંઈપણ સાંભળી શકતું નથી. તેમ છતાં પણ ઘણાં લોકો તમારી પરવાનગી વગર તમારા કોલને રેકોર્ડ કરતા હોય છે, તેવા લોકોને તમે આ રીતે પકડી શકો છો.
તમારો કૉલ રેકોર્ડ થઈ રહ્યો છે કે નહીં તે કેવી રીતે તપાસવું
જો તમને કોલની વચ્ચે સતત બીપનો અવાજ સંભળાય છે, તો તમારે સમજવું જોઈએ કે આ એ સંકેત છે કે કોલ રેકોર્ડ થઈ રહ્યો છે. જો કોઈ તમારા કૉલ્સ રેકોર્ડ કરે છે, તો તેને કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવે છે. તમે તે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો. ઉપરાંત, તમે તેની પાસેથી આ બાબતે વળતર પણ લઈ શકો છો.
ગૂગલે તમામ કોલ રેકોર્ડિંગ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે
આપને જણાવી દઈએ કે ગૂગલે તમામ કોલ રેકોર્ડિંગ એપ બંધ કરી દીધી છે. આ તમામ ગેરકાયદેસર છે. આનો સીધો અર્થ એ છે કે જો પ્લે સ્ટોરમાં કોઈપણ એપ કોલ રેકોર્ડિંગ ફીચર સાથે આવે છે, તો તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઇન-બિલ્ટ કૉલ રેકોર્ડિંગ
એપ્લિકેશન્સ ચોક્કસપણે પ્રતિબંધિત કરવામાં આવી છે. પરંતુ અમુક ફોનમાં આપવામાં આવેલ ઇન-બિલ્ટ કોલ રેકોર્ડિંગ ફીચર હજુ પણ ઉપયોગમાં લેવાય છે. આના દ્વારા તમારા કોલ પણ રેકોર્ડ કરી શકાય છે.
Google કૉલ રેકોર્ડિંગની વિરુદ્ધ હતું
ગૂગલ છેલ્લા કેટલાક વર્ષોથી કોલ રેકોર્ડિંગ એપ્સ અને સેવાઓની વિરુદ્ધ છે. કંપનીના મતે કોલ રેકોર્ડિંગ યુઝર્સની પ્રાઈવસીનું ઉલ્લંઘન છે. આ કારણોસર, જ્યારે પણ કોઈનો કોલ તેની પોતાની ડાયલર એપમાં રેકોર્ડ થાય છે, ત્યારે તેમાં સ્પષ્ટ સંદેશ સંભળાય છે કે this call is now being recorded. તે કોલ કરનાર અને રીસીવર બંને લોકો સંભાળી શકાય છે.