યુટિલીટી

તમારા આધાર કાર્ડનો કોઈ દુરૂપયોગ તો નથી કરી રહ્યું ને? 2 મિનિટમાં કરો ચેક

Text To Speech

આધાર કાર્ડ એક આવશ્યક દસ્તાવેજ છે. બાળકના પ્રવેશથી લઈ સરકારી યોજનાનો લાભ લેવા માટે આધાર નંબર માંગવામાં આવે છે. આધાર કાર્ડમાં તમારું નામ, સરનામું અને ફોન નંબરથી લઈને ફિંગરપ્રિન્ટ સુધીની માહિતી હોય છે. જો તમને ડર છે કે કોઈ તમારા આધારનો દુરુપયોગ કરી રહ્યું છે, તો તમે ઘરે બેસીને જાતે જ તપાસ કરી શકો છો.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ની સત્તાવાર સાઈટ પર, તમે ઓનલાઈન ચેક કરી શકો છો કે તમારો આધાર નંબર ક્યારે અને ક્યાં વપરાયો છે. આ માટે તમારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અહીં જાણો તેની સંપૂર્ણ પ્રક્રિયા…

આ રહી તેની પ્રક્રિયા…

  • સૌ પ્રથમ તમારે આધાર વેબસાઇટ અથવા આ લિંક uidai.gov.in પર જવું પડશે.
  • અહીં આધાર સેવાઓમાં, ઓથેન્ટિકેશન હિસ્ટ્રીનો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.
  • અહીં તમારે આધાર નંબર અને સિક્યોરિટી કોડ દાખલ કરવો પડશે અને Send OTP પર ક્લિક કરવું પડશે.
  • ત્યારપછી આધાર સાથે લિંક કરેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વેરિફિકેશન માટે એક OTP આવશે, આ OTP દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
  • તમારે ઓથેન્ટિકેશન ટાઈપ અને ડેટ રેન્જ અને OTP સહિત પૂછવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે. (નોંધ- તમે 6 મહિના સુધીનો ડેટા જોઈ શકો છો.)
  • વેરિફાઈ ઓટીપી પર ક્લિક કર્યા પછી, તમારી સામે એક યાદી દેખાશે, જેમાં છેલ્લા 6 મહિનામાં આધારનો ઉપયોગ ક્યારે અને ક્યાં થયો તેની માહિતી આપવામાં આવશે.

જો તમે જોશો કે આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે, તો તમે તેના વિશે તરત જ ફરિયાદ નોંધાવી શકો છો. તમે ટોલ ફ્રી નંબર 1947 પર કૉલ કરીને અથવા [email protected] પર ઇમેઇલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો અથવા તમે uidai.gov.in/file-complaint લિંક પર ઑનલાઇન ફરિયાદ પણ કરી શકો છો.

Back to top button