વિરાટ કોહલીએ ઓડિશા ટ્રેન દુર્ઘટના માટે દાન આપ્યું ? જાણો- અફવા છે કે સત્ય !
ઓડિશામાં બનેલી ટ્રેન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. જેને લઈ બોલીવુડ અને ક્રિકેટ જગતના સેલેબ્સે દુઃખ વ્યક્ત કર્યું છે. આ બધા વચ્ચે વિરાટ કોહલીને લઈ એક અફવા ફેલાઈ છે.
#ViratKohli #donates 30 crores for Odisha train accident #relife.
YOU EARNED MY RESPECT MAN #Breakingnews #BalasoreTrainAccident #TrainAccident #TrainAccidentInOdisha #sundayvibes #IndianRailways #IndiaTrainAccident #TRAIN #passengers pic.twitter.com/9KjoScth40
— Karan Jat (@KaranJa94984923) June 5, 2023
ખરેખર વિરાટ કોહલીએ આપ્યું 30 કરોડનું દાન ?
વાત જાણે એમ છે કે, વિરાટ કોહલીએ ઓડિશા ટ્રેન દુર્ઘટના રિલીફ ફંડમાં 30 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, તેવી વાતો સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. સોશિયલ મીડિયામાં વિરાટના ફોટો સાથે તેની પ્રશંસા પણ કરવામાં આવી રહી છે, પરંતુ, જ્યારે તપાસ કરવામાં આવી તો હકીકત કંઈક અલગ જ નીકળી.
Saddened to hear about the tragic train accident in Odisha. My thoughts and prayers go out to the families who lost their loved ones and wishing a speedy recovery to the injured.
— Virat Kohli (@imVkohli) June 3, 2023
કોહલીએ દાન આપ્યું તે વાત અફવા
આ બાબતે તપાસ કરતા ખબર પડી કે, વિરાટ કોહલીએ કોઈપણ પ્રકારનું દાન આપ્યું નથી. જેથી, આ વાતમાં કોઈ સત્ય નથી આ માત્ર એક અફવા છે.