આ તો બોટાદ છે કે મનાલી ? ભર ઉનાળે બરફની સફેદ ચાદરથી ઢંકાયા રોડ


હાલ રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગઈ કાલે અમરેલી, બોટાદ સહિતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાંપટા પડ્યા હતા. ત્યારે બોટાદમાં ગઈ કાલે વરસાદી ઝાપટાની સાથે કરા પડ્યા હતા. જેથી બોટાદમાં ભર ઉનાળે શિમલા-મનાલી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
બોટાદમાં શિમલા-મનાલી જેવો માહોલ
બોટાદમાં ગઈ કાલે વરસાદી ઝાપટાની સાથે કરા પડ્યા હતા. જેથી લોકોને ભર ઉનાળે શિમલા- મનાલી જેવો નજારો જોવા મળ્યો હતો. એક બાજુ બોટાદમાં કરા પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે તો બીજી તરફ ભર ઉનાળે કરા પડતા કુદરત પણ ખીલી ઉઠી છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે બોટાદમાં આવેલ ગઢડાના ઢસા રોડનો હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમાં ચારેકોર બરફની ચાદર છવાયેલી દેખાઈ રહી છે.
વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. ભર ઉનાળે ગઢડામાં કરા વરસતા લોકોમાં કૂતુહલ સર્જાયું હતુ આ વીડિયોમાં જોઈ શકાય છે કે અહી કરા પડતા ચારેકોર બરફની ચાદર છવાઈ હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. કુદરતી સૌદર્યનો આ સુદર નજારો લોકોને ખુબ આકર્ષિત કરી રહ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદમાં રેડ પાડવા ગયેલી પોલીસ પર હુમલો, મહિલા પોલીસકર્મીને માર મારતા ચારની ધરપકડ