ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ડોનાલ્ડ ટ્રમ્પને ફરી એકવાર મારવાનો પ્રયાસ? રેલી નજીક હથિયાર સાથે વ્યક્તિની ધરપકડ

  • આ ઘટના દરમિયાન ટ્રમ્પ કે રેલીમાં ભાગ લેનાર લોકોને કોઈપણ જોખમ નહોતું: FBI

લોસ એન્જલસ, 14 ઓકટોબર: ડોનાલ્ડ ટ્રમ્પની કેલિફોર્નિયા રેલી નજીક એક શૉટગન અને લોડેડ હેન્ડગન સાથે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. રિવરસાઇડ કાઉન્ટી શેરિફ ઓફિસે રવિવારે આ અંગે માહિતી આપી હતી. કેલિફોર્નિયાના કોચેલ્લામાં ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં સુરક્ષા પૂરી પાડવા માટે સોંપાયેલ શેરિફના ડેપ્યુટીઓએ એક શૉટગન અને સંપૂર્ણ લોડેડ હેન્ડગન સાથે વ્યક્તિને પકડી પાડ્યો છે, તેમ ઓફિસે જણાવ્યું હતું.

 

FBIએ આ વિશે શું કહ્યું?

સિક્રેટ સર્વિસે કહ્યું કે, તે ધરપકડથી વાકેફ છે અને શનિવારની આ ઘટના દરમિયાન ટ્રમ્પ કે રેલીમાં ભાગ લેનારા લોકોને કોઈ જોખમ નહોતું. પ્રમુખો અને પ્રમુખ પદના ઉમેદવારોની સુરક્ષા માટે કામ કરનારા સંગઠને FBI અને અમેરિકી ઍટર્ની ઓફિસ સાથે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, “આ સમયે કોઈ સંઘીય ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ તપાસ ચાલુ છે.”

ધરપકડ કરવામાં આવેલો વ્યક્તિ કોણ હતો?

શેરિફની ટીમે જણાવ્યું હતું કે, “જેનો ઓળખ લાસ વેગાસના 49 વર્ષીય વેમ મિલર તરીકે કરવામાં આવી છે, તેને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો અને 2 જાન્યુઆરીએ તેની કોર્ટમાં સુનાવણી થશે.” વધુમાં જણાવ્યું કે, રેલીની નજીક ચેકપોઇન્ટ સંભાળતા ડેપ્યુટીઓએ મિલરની ધરપકડ કરી કારણ કે તે કાળા રંગની SUVમાં આવ્યો હતો. બાદમાં તેઓએ એક સ્થાનિક અટકાયત સેન્ટરમાં લોડેડ હેન્ડગન અને મેગેઝિન રાખવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.

રિવરસાઇડ કાઉન્ટી શેરિફ ચાડ બિઆન્કો, જે ટ્રમ્પ સમર્થક છે અને જેણે શનિવારે કોચેલ્લામાં રિપબ્લિકન રેલીને પણ સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “અમારામાંથી કોઈને ખરેખર ખબર નથી કે તેના મગજમાં શું હતું.” તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “જો તમે મને હવે પૂછો છો, તો મારી પાસે કદાચ એવા ડેપ્યુટીઓ હતા જેમણે હત્યાના પ્રયાસ અટકાવ્યો.”

 વ્યક્તિ વિવિધ નામો સાથે બહુવિધ પાસપોર્ટ-ID સાથે મળી આવ્યો 

રિવરસાઇડ કાઉન્ટી શેરિફ ચાડ બિયાનકોએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિ પાસે તેના વાહનમાં અલગ-અલગ નામો સાથે બહુવિધ પાસપોર્ટ અને ID હતા, જે રજીસ્ટર થયા ન હતા. કેલિફોર્નિયામાં રેલી યોજવાના ટ્રમ્પના નિર્ણયે રાજકીય વિશ્લેષકોને આશ્ચર્યચકિત કર્યા, જેમણે નોંધ્યું કે, રાજ્યમાં ડેમોક્રેટિક પાર્ટીનું વર્ચસ્વ છે, પરંતુ તેમણે 100 ફેરનહીટ (38 સેલ્સિયસ) તાપમાનમાં પણ મોટી ભીડ ખેંચી હતી. Coachella તેમના વાર્ષિક સંગીત ઉત્સવ માટે જાણીતી છે.

આ પણ જૂઓ: શું ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે? USએ સીરિયા પર કર્યો હવાઈ હુમલો, ISIS કેમ્પનો કર્યો નાશ

Back to top button