ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

ટ્રાફિક જામ છે? વાંધો નહીં, આ રીતે બાઈક ખભે લઈને નીકળી જવાનું, જૂઓ વીડિયો

Text To Speech
  • વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, યુઝર્સે આપી પોતાની પ્રતિક્રિયાઓ 

HD ન્યૂઝ ડેસ્ક, 26 જૂન: સોશિયલ મીડિયાની દુનિયા ખૂબ જ વિચિત્ર અને અનોખી છે. અહીં શું જોવા મળશે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી. દિવસભર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે અને તેમાંથી એક-બે વીડિયો એવા બહાર આવે છે કે જેને જોયા પછી વ્યક્તિ પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતી નથી. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે ચોંકી જશો. હવે આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ પોતાના ખભા પર બાઇક લઈને જતો જોવા મળી રહ્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Abdul Basit (@basit_ki_memes)

વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?

વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, રોડ પર લાંબો ટ્રાફિક જામ છે અને લોકો તેમના વાહનો રોકીને ટ્રાફિક જામ દૂર થાય તેની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, અચાનક એક વ્યક્તિ દેખાય છે જેણે દરેકના હોશ ઉડાડી દીધા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિ પોતાના ખભા પર બાઇકને લઈને જામમાંથી બહાર નીકળવા માટે આગળ વધી રહ્યો છે. તેને જોઈને એવું લાગે છે કે તે કોઈ બાઇક નહીં પરંતુ તેના ખભા પર કોઈ હળવી વસ્તુ લઈને જઈ રહ્યો છે. આ કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને basit_ki_memes નામના પેજ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1 લાખ 82 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. લોકો કહી રહ્યા છે કે આ વીડિયો પાકિસ્તાનનો છે. આ વીડિયો પર એક યુઝરે લખ્યું કે, “આ પાકિસ્તાનથી છે.” અન્ય યુઝરે લખ્યું કે, “પાકિસ્તાન બિગનર્સ માટે નથી.” એક યુઝરે લખ્યું કે, “આવું ભારતમાં ન કરતાં, પાકિસ્તાનમાં 70 CCની બાઈક ટીન સ્વરૂપમાં બને છે.” અન્ય યૂઝરે લખ્યું કે, “આ તો વિપરિત થઈ ગયું.” અન્ય એક યુઝરે લખ્યું કે, “આ વ્યક્તિ બાઇક પર નથી પરંતુ બાઇક તે વ્યક્તિની ઉપર છે.

આ પણ જુઓ: પરીક્ષામાં વિદ્યાર્થીએ બનાવી હૃદયની આકૃતિ, અંદર લખ્યા છોકરીઓના નામ…પછી?

Back to top button