ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગધર્મ

શું ડાકોરના પ્રસાદ અંગે પણ તપાસની ઊઠી માંગ? જાણો શું છે મામલો?

ખેડાઃ 24 સપ્ટેમ્બર, ગુજરાતમાં આવેલું ડાકોરનું મંદિર તેના નામથી જ જાણીતું છે. તેને કોઈ અન્ય ઓળખની જરૂર નથી. પરંતુ આજે વાત કરીશું અહીં ભગવાન રણછોડરાયજીને ધરાવવામાં આવતા ભોગ પ્રસાદની. તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં મિલાવટના મુદ્દાની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે. તેવા સંજોગોમાં ગુજરાતના રણછોડરાયજી મંદિર ડાકોર ખાતે પણ લાડુનો પ્રસાદ આપવામાં આવે છે. તે પ્રસાદ કેવી રીતે બને છે. તે સહિતની સમગ્ર જાણકારી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સુપ્રસિધ્ધયાત્રાધામ ડાકોર ખાતે ઘણા પદયાત્રીકો રણછોડરાયજીના દર્શન કરવા ઉમટી પડટા હોય છે. રણછોડરાયજીના પ્રસાદને લઇને પણ સચોટ માન્યતા છે. મંદિરમાં શ્રીજીના પ્રસાદરૂપે વહેંચાતા લાડુ એક બે મહિના નહીં પરંતુ વર્ષ ભર તાજા જ રહે છે. ભગવાન સમક્ષ ધરાવવામાં આવતા આ લાડુનો એક વર્ષ બાદ પણ એ જ સ્વાદ રહે છે. તિરૂપતિ મંદિરના પ્રસાદમાં મિલાવટનો મુદ્દો બહાર આવ્યા બાદ સુ્પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે વિતરણ કરવામાં આવતા પ્રસાદ વિશે પણ તપાસ હાથ ધરાઇ રહી છે. જેમાં ડાકોર રણછોડરાયજી મંદિરના મેનેજર દ્વારા મંદિરમાં બનાવાતા લાડુનો પ્રસાદ શુદ્ધ સામગ્રી અને શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવતો હોવાનું જણાવાયું હતું. લાડુનો પ્રસાદ વર્ષોની પ્રણાલિકા મુજબ ખાસ પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. જેમાં પૂરતી તપાસ અને તકેદારી રાખવામાં આવતી હોવાનું પણ જણાવ્યું હતું.

પ્રસાદના લાડુ બનાવવા માટે શુદ્ધ ઘીમાં ઘઉંને રાત્રે પલાળી તેને કોરા કરી તેને દળવામાં આવે છે.જે બાદ તેમાં અન્ય સામગ્રી મેળવી લાડુ બનાવાય છે.વિશિષ્ટ સ્વાદ ધરાવતા મંદિરના આ લાડુના પ્રસાદની ખાસ વિશેષતા એ છે કે એકપણ લાડુ ઠાકોરજીને ધરાવ્યા વિના પેકિંગ કરવામાં આવતો નથી.એટલે કે જ્યારે પ્રસાદના આ લાડુ બની જાય એટલે તેને તપેલામાં ભરી ખુલ્લા ભગવાનને ધરાવવામાં આવે છે.તે બાદ તેને પેકિંગ માટે મોકલવામાં આવે છે.પેકિંગ કરેલા આ લાડુ ભાવિકોને વિતરિત થાય છે. ડાકોર મંદિરના મેનેજર જગદીશ દવેએ જણાવ્યું હતુ કે પ્રસાદની વ્યવસ્થા દરેક વૈષ્ણવોને મળી રહે તે માટે ખાસ પ્રોસેસથી વર્ષોની પ્રણાલિકા મુજબ શુદ્ધ ઘીમાં ઘઉંને રાત્રે પલાળી તેને કોરા કરી અને તેને દળી જે દળના લાડુ કહે છે.એક વિશિષ્ટ મહત્વ છે તેનુ અને લોકોને ઠાકોરજીની તેની પર અમી દ્રષ્ટી પડે છે અને એ જે ભોગ બને છે લાડુનો પ્રસાદ એનો લોકોને એક વિશિષ્ટ અનુભવ થાય છે.

આ પણ વાંચો….સિદ્ધપુર: માતૃગયા તરીકે ઓળખાતા આ પવિત્ર સ્થળે માતૃ શ્રાદ્ધ માટે આવી છે વ્યવસ્થા

Back to top button