ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

શું ટ્રેન ઉપડ્યાની 10 મિનિટ પછી સીટ બીજા કોઈને ફાળવવામાં આવે છે? જાણો શું છે સત્ય

Text To Speech

તાજેતરમાં, તમે ઘણા મીડિયા અહેવાલો જોયા જ હશે કે રેલ્વેએ સ્ટેશન છોડ્યા પછી સીટ ફાળવણીના નિયમોમાં ફેરફાર કર્યો છે. રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જો તમે સ્ટેશનથી ટ્રેન ઉપડ્યા પછી 10 મિનિટની અંદર સીટ પર નહીં પહોંચો તો તે સીટ કોઈ બીજાને આપવામાં આવશે. જ્યારે પહેલા એવું માનવામાં આવતું હતું કે આગામી 2 સ્ટેશનો સુધી તે સીટ બીજા કોઈને નહી અપાય. શું ખરેખર રેલ્વેએ આવો ફેરફાર કર્યો છે કે પછી તે માત્ર ખોટા સમાચાર છે? શું છે તેની હકીકત જાણો અહીં.

PIB રેલના ડાયરેક્ટર જનરલ (DG) યોગેશ બાવેજાએ આ મુદ્દે જણાવતાં તેમણે કહ્યું કે ટ્રેન સ્ટેશનથી રવાના થયાના 10 મિનિટ પછી કોઈને સીટ ફાળવવી એ બિલકુલ ખોટું છે. વધુ વિગતો આપતાં તેમણે કહ્યું કે હવે તમામ ટીટીઈ ને હેન્ડ હેલ્ડ ટર્મિનલ નામનું નોટપેડ આપવામાં આવ્યું છે અને આ ઉપકરણને કારણે 10 મિનિટની ટોક અંગેની ગેરસમજ ફેલાઈ છે.

આ પણ વાંચો: વેઈટિંગ લિસ્ટના મુસાફરોની ટિકિટ કન્ફર્મ કરતી નવી ટેકનોલોજી

આમાં સાચુ શું છે?

હકીકતમાં અગાઉ ટીટીઈ શીટ પર PAN સાથે પેસેન્જરની હાજરીને ચિહ્નિત કરતા હતા. હવે આ હાજરીને હેન્ડ હેલ્ડ ટર્મિનલ પરથી ઓનલાઈન માર્ક કરવામાં આવી રહ્યું છે. આમાં એક મજબૂરી છે કે જેવી ટીટીઈ તમારી સીટ પર પહોંચશે, તેણે 10 મિનિટમાં ત્યાં તમારી હાજરી નોંધાવવી પડશે. જો તમે 10 મિનિટ સુધી ત્યાં ન દેખાતા હોવ તો તમારી સીટ અન્ય કોઈને ફાળવી શકાય છે. અધિકારીએ કહ્યું કે સ્ટેશનથી નીકળતી ટ્રેન સાથે તેને કોઈ લેવાદેવા નથી. શક્ય છે કે ટીટીઈ તમારી સીટ પર ટ્રેન સ્ટેશનેથી નીકળ્યાના 20 મિનિટ પછી પહોંચે, તેથી 20મિનિટ સિવાય, તમને બીજી 10 મિનિટ મળશે. ટીટીઈ સામાન્ય રીતે 20 મિનિટ કે અડધો કલાક ટ્રેન દોડ્યા પછી જ સીટ પર પહોંચે છે. આવી સ્થિતિમાં તમારે ગભરાવાની જરૂર નથી.

ક્યારેક આવું પણ બને:

શક્ય છે કે તમારી સીટ કોચની શરૂઆતમાં હોય અને ટીટીઈ ટ્રેન દોડવાની થોડીવારમાં તમારી સીટ પર પહોંચી જાય છે તો તે સમયે તમારે હાજર રહેવું જરૂરી છે. ટીટીઈ ને તમારી સીટ પર પહોંચવામાં જેટલો સમય લાગે છે તેનાથી 10 મિનિટ વધારાનો સમય તમને સીટ પર પહોંચવા માટે મળતો હોય છે, શક્ય હોય ત્યાં સુધીમાં ટ્રેન ઉપડાયાના 10-15 મિનિટમાં તમે તમારી સીટ પર પહોચી જશો તો વધુ સારું રહેશે.

Back to top button