ટ્રેન્ડિંગબિઝનેસ

શું દેશના લોકોની ખરીદ શક્તિમાં વધારો થઇ રહ્યો છે? મળ્યા સારા સંકેત

Text To Speech

નવી દિલ્હી: દેશમાં છૂટક વેચાણમાં પાછલા ત્રણ-ચાર મહિનાથી સતત 6થી 7 ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે. રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (આરએઆઇ)ના રિપોર્ટ અનુસાર જૂન મહિનામાં છૂટક વ્યાપારમાં 7 ટકાનો વધારો નોંધાયો છે. અગાઉ માર્ચ, એપ્રિલ અને મેમાં આ આંકડો ક્રમશ: 6,6 અને 7 ટકાનો હતો.

રિટેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારત સૌથી વધુ પ્રભાવિત થયું છે, જેમાં વેચાણમાં 5 ટકાનો વધારો થયો છે. દક્ષિણ ભારતમાં વેચાણમાં આઠ ટકાનો વધારો નોંધાયો છે. તે પછી પૂર્વ ભારત (7%) અને પશ્ચિમ ભારતનો નંબર (6%) આવે છે.

કયા સેક્ટરમાં વધ્યું વેચાણ?

રિટેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર જો કેટેગરી વાઇઝ આંકડાઓની વાત કરીએ.

ફર્નિચર અને ફર્નિશિંગના વેચાણમાં 3%ની સૌથી ધીમી વૃદ્ધિ જોવા મળી હતી. આ એટલા માટે હોઈ શકે છે કારણ કે ગ્રાહકોએ આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ સિવાયના ખર્ચમાં ઘટાડો કર્યો છે.

કપડાની સાથે સાથે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઈલેક્ટ્રોનિકસના વેચાણમાં જૂનમાં ગત વર્ષની સરખામણીમાં 7 ટકાનો વધારો થયો છે. આરએઆઇના આંકડા પ્રમાણે બ્યુટી અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ તેમજ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ચેઇન કેટેગરીના વેચાણમાં 8 ટકાનો વધારો થયો છે.

ફૂડ, ગ્રોસરી, ફૂટવેર જેવી અન્ય કેટેગરીની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં જૂનમાં મહત્તમ 15 ટકાનો વધારો થયો છે. જ્વેલરીના વેચાણમાં પણ 14 ટકાના દરે વધારો થયો છે. ટાઇટન અને કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા જેવી કંપનીઓના બિઝનેસ અપડેટ્સમાં આ વધારો જોવા મળ્યો છે.

એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન સોનાના ભાવમાં ઊંચી અસ્થિરતા હોવા છતાં અક્ષય તૃતીયા (22 એપ્રિલ 2023) દરમિયાન કંપનીઓએ મજબૂત વેચાણ જોયું. આ સાથે જ જૂન મહિનામાં પણ લગ્નસરાની સિઝનની અસર જોવા મળી હતી. કમોસમી વરસાદને કારણે માંગના અભાવે એર કંડિશનર, પંખા અને રેફ્રિજરેટર જેવી વસ્તુઓના વેચાણને પણ અસર થઈ હતી.

જોકે, ગ્રાહકોએ રમતગમતના સામાન જેવા અન્યત્ર ખર્ચમાં વધારો કર્યો છે અથવા જાળવી રાખ્યો છે. માસિક છૂટક વેચાણના આંકડા દર્શાવે છે કે પાછલા વર્ષની સરખામણીમાં આ કેટેગરીમાં 13 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો- શેરબજારમાં લીલોતરી; રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઓલ ટાઈમ હાઈની નજીક – સેન્સેક્સ 67100 પર બંધ

Back to top button