ટ્રેન્ડિંગવર્લ્ડ

મોરોક્કોનો ભૂકંપ કુદરતી કે પછી અમેરિકાનું કાવતરુ? 

  • ભૂકંપને કારણે મોરોક્કોમાં થઇ હતી તબાહીઃ 3000થી વધુના મોત
  • અમેરિકી મિલેટ્રી પ્રોગ્રામ HAARP દ્વારા  કાવતરુ હોવાની શંકા
  • ભૂકંપ પહેલા આકાશમાં રહસ્યમય રોશનીનો પ્રકાશ જોવા મળ્યો હતો

ભયાવહ ભૂકંપને લીધે આફ્રિકી દેશ મોરક્કો ની હાલત દયનીય થઈ ચૂકી છે. 7.0ની તીવ્રતાના આ ભૂકંપમાં 3000થી વધુ લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. દેશભરમાં ભૂકંપને કારણે તબાહીનો માહોલ સર્જાયો હતો. એક તરફ સરકાર આ ભૂકંપથી સર્જાયેલ નુકશાનની ભરપાઈ કરવામાં લાગી છે. તો બીજી તરફ કેટલીક થિયરીની વાતોએ પણ વેગ પકડ્યો છે.

શું આ છે અમેરિકાનું કાવતરુ ?

થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ભૂકંપ પહેલા આકાશમાં રહસ્યમય રોશનીનો પ્રકાશ જોવા મળ્યો હતો. જેના પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે આ કોઈ કુદરતી આફત નથી પરંતુ એક હાઇટેક લેબ દ્વારા સર્જવામાં આવેલ એક કારસ્તાન છે. ઘણા બધા લોકો એવું માનવું છે કે, અમેરિકી મિલેટ્રી પ્રોગ્રામ HAARP દ્વારા આ કાવતરુ કરવામાં આવ્યું છે.

શું છે HAARP?

HAARP એ એક અમેરિકન પ્રોજેક્ટ છે જે અલાસ્કામાં વેધશાળામાં સ્થિત છે. આ પ્રોજેક્ટ રેડિયો ટ્રાન્સમીટરની મદદથી ઉપરના આયોનોસ્ફિયરનો અભ્યાસ કરે છે. વર્ષ 2022માં તેના હવામાન પર ઘણા મોટા પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં ભૂકંપ લાવવાની ક્ષમતા છે તેવું ક્યારેય કહેવામાં આવ્યું નથી. અગાઉ પણ, HAARP કુદરતી આફતોને લઈને શંકાના દાયરામાં રહી હતી. આ સંસ્થાને ઘણા દેશોમાં ભૂકંપ, સુનામી અને ભૂસ્ખલન માટે જવાબદાર ઠેરવવામાં આવી હતી.

મોસમ કંટ્રોલને મુઠીમાં કરવાનો પ્રયાસ

HAARP પર અગાઉ પણ ઘણા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આવા ષડયંત્ર સિદ્ધાંતો પહેલા પણ સાંભળવા મળ્યા છે. એવું અનુમાન છે કે, ઘણા દેશો હવામાનને કંટ્રોલ કરીને અન્ય પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ હુમલો શસ્ત્રો કે પરમાણુ બોમ્બથી નહીં, પણ કુદરતી આફત જેવો દેખાશે. જેમા કોઈ એક દેશ વરસાદને કંટ્રોલ કરી પોતાના દુશ્મન દેશમાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જી શકે છે અથવા પૂર જેવી વિનાશ પરિસ્થિતિ લાવી શકે છે. ભૂકંપ કે સુનામી પણ આ શ્રેણીમાં સામેલ છે.

આ પણ વાંચોઃ આજથી ગુજરાતમાં નવા વ્હિકલ નંબર પ્લેટ સાથે જ વેચાણ થશે

Back to top button