શું બાબા સિદ્દીકના પુત્રના જીવને પણ છે ખતરો? આરોપીના ફોનમાંથી મળી ઝિશાનની તસવીર
મુંબઈ, 19 ઓકટોબર: બાબા સિદ્દીકી હત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રીની હત્યાના એક સપ્તાહ બાદ એક શૂટરનાં ફોનમાંથી સિદ્દીકીના પુત્ર ઝિશાનની તસવીર પણ મળી આવી હતી.
આ તસવીર સ્નેપચેટ દ્વારા શેર કરવામાં આવી હતી
મુંબઈ પોલીસે જણાવ્યું કે બાબા સિદ્દીકીની હત્યાના આરોપીના ફોનમાં ઝિશાન સિદ્દીકીની ફોટો પણ મળી આવી હતી. એટલું જ નહીં, તપાસમાં સામે આવ્યું છે કે હત્યારાઓ અને કાવતરાખોરો માહિતી શેર કરવા માટે સ્નેપચેટનો ઉપયોગ કરતા હતા. આ તસવીર આરોપી સાથે તેમના હેન્ડલરે સ્નેપચેટ દ્વારા શેર કરી હતી.
પોલીસ સુરક્ષા ગાર્ડ સસ્પેન્ડ
આ ઉપરાંત પોલીસે એ પણ માહિતી આપી કે હત્યા સમયે એનસીપીના દિવંગત નેતા બાબા સિદ્દીકીની સાથે હાજર રહેલા પોલીસ સુરક્ષા ગાર્ડ કોન્સ્ટેબલ શ્યામ સોનાવણેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આંતરિક તપાસ પણ ચાલી રહી છે. જો કે, સસ્પેન્શનનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
આ પણ વાંચો : મોંઘવારીએ બગાડી દિવાળી! લોકોએ ઈલેક્ટ્રોનિક અને અન્ય મોંઘી વસ્તુઓની ખરીદી ટાળી