ગુજરાતટોપ ન્યૂઝ

જંત્રી મુદ્દે બિલ્ડરોનું કડક વલણ પણ શું સરકાર નમતું જોખવા તૈયાર નથી ?

જંત્રી વધારા મુદ્દે સરકાર દ્વારા કડક રીતે અમલ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તો બીજી તરફ બિલ્ડરર્સ પણ ક્યાંકને ક્યાંક મૂંઝવણમાં હોય તેવું લાગી રહ્યું છે. આ માટે સરકાર તરફથી કોઈ જાહેરાત ન કરવામાં આવતાં તમામ બિલ્ડરોને જ્યાં સુધી સરકાર દ્વારા નવો કોઈ નિર્ણય જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી નવી જંત્રી અનુસાર દસ્તાવેજ ન કરવાનું જણાવવામાં આવ્યું છે.

ગુજરાત જંત્રી Hum Dekhenege News

સરકાર દ્વારા જંત્રીના ભાવમાં 100 ટકા વધારો કરવામાં આવ્યો હોવા ના કારણે લોકો અને બિલ્ડરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકારના જંત્રી વધારાના નિર્ણય બાદ સુરતના બિલ્ડરોએ પણ દસ્તાવેજોની નોંધણી અટકાવી છે. જે લોકોએ જુના સ્ટેમ્પ લીધેલા છે તેમનો દસ્તાવેજ રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે. પરંતુ નવા રજીસ્ટ્રેશન પર એક પ્રકારની બ્રેક લાગી હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : જંત્રી વધતા એફોર્ડેબલ મકાનોના ભાવમાં વધારો, જાણો કેટલા ટકા GST લાગશે

શું થઈ રહી છે ચર્ચા

જો કે આ તરફ સરકાર તરફથી કોઈ પણ નવી જાહેરાત કરવામાં આવી નથી. આ વચ્ચે અધિકારીઓમાં ચર્ચા છે કે, હાલ કોઈ પણ સંજોગોમાં જંત્રીનો નિર્ણય પાછો લેવાના મૂળમાં નથી. તેમજ આ નિર્ણય પર સરકારે ચોક્કસ ચર્ચા વિચારણા બાદ જ જાહેરાતો કરી છે. તેથી જંત્રી ઘટાડવા કે તેમાં કોઈ પણ રાહત આપવા માટે સરકારની અંદર કોઈ જ વિચારણા નથી. કેમકે ક્યાંક ને ક્યાંક નવા દસ્તાવેજ માટેના ટોકનની પણ ઇન્કવાયરી શરૂ થઈ રહી છે. જેથી સરકાર તમામ બાબતો પર નજર રાખીને બેઠી હોય તેવું લાગી રહ્યું છે.

જંત્રી એટલે શું Hum Dekhenege News

રાજ્યમાં ભુપેન્દ્ર પટેલ સરકારે 11 વર્ષ પછી એક જ ઝાટકે જંત્રીના દરમાં ફેરફાર કરી સીધો જ ડબલ દર કરી અમલમાં મુકી દેતા બિલ્ડરો તેમજ નાના અને મધ્યમ વર્ગના લોકો મુસીબતમાં મુકાઈ ગયા છે. ત્યારે સરકાર દ્વારા આ નિર્ણય ઉપર ફેર વિચારણા કરવામાં આવે તેવી માંગ સાથે છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યના બિલ્ડર લોબી અગ્રણીઓ મુખ્યમંત્રી તેમજ મહેસુલ મંત્રી સહિતનાઓને મળી રજૂઆત કરી રહ્યા છે. તેવામાં હાલ એક અહેવાલ વહેતા થયા છે કે નવી જંત્રી અંગે સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરી શકે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર હકીકત જાણવા મળી રહી નથી પરંતુ એકાદ દિવસ એટલે કે કાલ અથવા પરમદિવસ સુધીમાં આ અંગેનું નિવેદન બહાર આવી શકે છે.

આ પણ વાંચો : બાનાખત થઈ ગયા હોય તેવા કેસમાં ભાવ જૂની જંત્રી પ્રમાણે લાગુ રહેશે : ક્રેડાઈ પ્રમુખ

Back to top button