ગુજરાતટોપ ન્યૂઝ

શું અંબાજી મંદિરમાં ખરેખર તૂટયું શ્રીયંત્ર ? પૂજારી પાસેથી જાણો સત્ય

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના હૃદય નો ભાગ પડ્યો હતો. 51 શક્તિપીઠમાં જેની ગણના થાય છે તેવા અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ બંધ કરવાને લઈને હાલમાં ભારે વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન સોશિયલ મીડિયામાં શ્રી યંત્ર તૂટ્યું હોવાના સમાચારને લઈને શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી હતી અને આ ઘટના ચર્ચાસ્પદ બની હતી. જોકે આ ઘટના સાચી છે કે કેમ તેની સત્યતા ચકાસવા માટે “હમ દેખેંગે” ન્યૂઝ સાથે અંબાજી મંદિરના શ્રી યંત્રના પૂજારી ભાઈરામભાઈ જોશીએ ખાસ વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે “આ ચર્ચામાં કોઈ તથ્ય નથી, મંદિરમાં રહેલું શ્રી યંત્ર નરી આંખે જોઈ શકાતું નથી અને મંદિરમાં રહેલા યંત્રને કોઈ નુકસાન થયું હોવાની વાતમાં કોઈ તથ્ય નથી. આ વાત મંદિર ના શિખર પર લાઇટિંગ વાળું યંત્ર તૂટ્યું હોવાને લઈને જોડી દેવામાં આવી છે. જ્યારે મંદિરના ગર્ભગૃહમાં આગની કોઈ ઘટના પણ બની નથી” તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રસાદ બંધ-humdekhengenews

જ્યારે મંદિર પરિસરમાં છેલ્લા 11 દિવસથી મોહનથાળ નો પ્રસાદ બંધ કરવાના મામલે થયેલો વિવાદ હજુ થંભવાનું નામ લેતો નથી. બહુમતી દર્શનાર્થીઓ અને ભાવીકો મોહનથાળના પ્રસાદને ચાલુ રાખવાની તરફેણમાં છે. હજારો માઇ ભક્તો દર્શનાર્થે આવે છે અને માતાજીના શિખરે ધજા પણ ચડાવે છે. ત્યારે અંબાજી મંદિરના શિખરે લહેરાતી માતાજીની ધજા ફાટી ગઈ હોવાને લઈને પણ કંઈક અશુભ બનવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે આ અંગે પણ ભાઈરામભાઈ જોશી એ જણાવ્યું હતું કે “ક્યારેક વધુ પવન ના કારણે ઊંચાઈએ રહેલી માતાજીની ધજા ફાટી જતી હોય છે” એમ તેઓએ ધજા અંગે જણાવ્યું હતું. આમ સમગ્ર બાબત સોશિયલ મીડિયામાં અત્યારે ભારે ચર્ચામાં રહી છે. ત્યારે “હમ દેખેંગે” ન્યૂઝ દ્વારા શ્રી યંત્રના પૂજારી સાથે વિશેષ વાત કરીને ઘટના અંગે સત્યતા જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ભક્તોની આસ્થા 900 વર્ષથી જોડાયેલી છે

પ્રસાદ બંધ-humdekhengenews

દાંતાના રાજવી પરિવારના રાજવી પરમવીરસિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ટ્વીટ કર્યું છે. જેમાં તેઓએ વિનંતી કરી છે કે, જગવિખ્યાત અંબાજી મંદિરમાં મળતો મોહનથાળનો પ્રસાદ 900 વર્ષ અગાઉથી આસ્થા સાથે જોડાયેલો છે. જેને બંધ કરવો યોગ્ય નથી. રાજવી પરમવીરસિંહે મોહનથાળના બંધ કરાયેલા આ નિર્ણયમાં પ્રધાનમંત્રીને હસ્તક્ષેપ કરવા પણ વિનંતી કરી છે.

પ્રસાદ બંધ-humdekhengenews

જ્યારે બીજી તરફ રાજ્યના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે મોહનથાળની આ વ્યવસ્થા તત્કાલીન કલેકટર પ્રવીણભાઈ લહેરી હોદ્દાની રુએ જ્યારે મંદિર ટ્રસ્ટના ચેરમેન હતા ત્યારે તેમણે 1971 ના દાયકામાં શરૂ કરાવ્યું હોવાનું મુખ્યમંત્રીને લખેલા એક પત્રમાં જણાવ્યું છે. તેઓ એવી લાગણી પણ વ્યક્ત કરી હતી કે, બંધ કરાયેલા મોહનથાળ નો પ્રસાદ સત્વરે શરૂ કરવો જોઈએ.

પ્રસાદ બંધ-humdekhengenews

મોહનથાળને FSSI નું સર્ટી. છે

ડીસાના કિશોરભાઈ શાસ્ત્રીના જણાવ્યા મુજબ મોહનથાળ સારો છે તેવું સર્ટિફિકેટ એફ. એસ. એસ.આઈ. દ્વારા મંદિરને મળેલું છે. સારી ગુણવત્તાનો મોહનથાળ બને છે તેના માટેનું સર્ટિફિકેટ આપનારી આ સંસ્થાથી અન્ય કોઈ મોટી સંસ્થા નથી. છતાં મંદિર ટ્રસ્ટને એવું લાગે છે કે, પ્રસાદ સારો બનતો નથી તો તેને સારો બનાવવા સુધારો કરવાની જરૂર છે. પરંતુ મોહનથાળના પ્રસાદને કોઈપણ રીતે બંધ કરવો જોઈએ નહીં. કિશોરભાઈએ એમ પણ જણાવ્યું હતું કે, જો મંદિરને સારો મોહનથાળ બનાવનાર કોઈ ના મળતું હોય તો અમે બનાવવાની જવાબદારી લઈશું. પૈસાથી પ્રસાદ પૈસાથી અપાય છે અને દેવસ્થાન ટ્રસ્ટ પ્રસાદમાં પણ નફો કરતુ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો :Video : જો તમારા બાળક પણ સાયકલ ચલાવે છે તો વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો !

Back to top button