મનોરંજન

સોનમ કપૂર બની ગઈ માતા? બાળક સાથે સોનમની તસવીરો આવી સામે

Text To Speech

લોકપ્રિય કપલ સોનમ કપૂર અને આનંદ આહુજા આ દિવસોમાં સાતમા આસમાન પર છે. દંપતીની ખુશી કોઈથી છુપી નથી. સોનમ કપૂર માતા બનવાની છે ત્યારથી તે સતત હેડલાઇન્સમાં છવાયેલી છે. હાલમાં જ સોનમનો એક ફોટો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સોનમ હોસ્પિટલના બેડ પર જોવા મળી રહી છે અને તેની સાથે નાનું બેબી જોવા મળી રહ્યું છે. આ ફોટા પછી  સૌ કોઈ કહી રહ્યું છે કે શું સોનમની ડીલેવરી પણ થઇ ગઈ અને કોઈને ખબર પણ ના પડી. આવું કઈ રીતે થઇ શકે. જો કે આ વાયરલ ફોટા પરથી તો એવું જ લાગી રહ્યું છે કે સોનમ કપૂર માતા બની ગઈ છે.

ફોટામાં સોનમ હોસ્પિટલના બેડ પર પડેલી જોવા મળી રહી છે અને સોનમ સાથે એક નાનું બાળક છે. એક ફોટોમાં સોનમ કેમેરા તરફ જોઈ રહી છે જ્યારે બીજા ફોટોમાં સોનમ બાળક તરફ જોઈ રહી છે. સોનમ સાથેના આ બાળકની આ તસવીર નકલી છે અને અભિનેત્રીની હજુ સુધી ડિલિવરી થઇ નથી. સોનમનો આ ફોટો એડિટ કરીને બીજી તસવીર સાથે જોડવામાં આવ્યો છે. આ તસવીરમાં કોઈ સત્ય નથી.

બાળક સાથે સોનમનો ફોટો વાયરલ 

સોનમે માર્ચ 2022માં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ત્યારથી સોનમ સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પ અને પ્રેગ્નન્સી ગ્લોને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. સોનમ ગર્ભાવસ્થાના ત્રીજા ત્રિમાસિકમાં છે, હવે તેની ડિલિવરીનો સમય આવી ગયો છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કરીને સોનમે જણાવ્યું કે તે તેના પતિ આનંદ આહુજાને કેટલી મિસ કરી રહી છે. પોસ્ટ શેર કરતા સોનમે લખ્યું- ‘Missing my favourite person’.

ખરેખર સોનમ કપૂર બની ગઈ માતા ?

સોનમના આ ફોટા પર પતિ આનંદે પણ કમેન્ટ કરી અને સોનમને સૌથી આરાધ્ય ગણાવી. આનંદે લખ્યું- ‘ક્યૂટેસ્ટ ક્યુટી પાઇ’. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રીએ હાલ બ્રેક લીધો છે. ડિલિવરી પછી અભિનેત્રી કેટલીક ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

 

 

Back to top button