શું શરદ પવાર કોઈ નવો દાવ રમવાના છે? 5મી જુલાઈએ બોલાવી તમામ નેતાઓની બેઠક
Maharashtra NCP Crisis: એનસીપીમાં બે ફાડ પડ્યા પછી શરદ પવારે સોમવારે સાતારામાં શક્તિપ્રદરશન કર્યું. સાતારામાં શરદ પવાર અને ગુરૂ યશવંતરાવ ચૌહાણની સમાધી પર આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તે પછી તેમને કરાડમાં રેલીને સંબોધિત કરી. તેમને કહ્યું કે, આજે મહારાષ્ટ્ર અને દેશમાં કેટલાક સમૂહોં દ્વારા જાતિ અને ધર્મના નામ પર સમાજ વચ્ચે તિરાડ ઉભી કરવામાં આવી રહી છે. તેમને 5 જૂલાઇએ બધા નેતાઓ અને પદાધિકારીઓની બેઠક બોલાવી છે. શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં જાતિવાદની રાજનીતિ ચાલશે નહીં. મહારાષ્ટારને પોતાની શક્તિ બતાવવી પડશે. તેમને કહ્યું કે, મોટાઓનું આશીર્વાદ લઇને નવી શરૂઆત કરીશું.
ચૂંટાયેલી સરકારને તોડી પાડવામાં આવી રહી છે- પવાર
શરદ પવારે રેલીમાં કહ્યું કે અનેક રાજ્યોમાં ચૂંટાયેલી સરકારોને તોડી પાડવામાં આવી રહી છે. પાર્ટીને અનેક રાજ્યોમાં તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે. શરદ પવારે કહ્યું કે, પાર્ટીમાં ફૂટ નાંખવાની કોશિશ કરવામાં આવી રહી છે. શરદ પવારે બુધવારે પાર્ટીના બધા નેતાઓની બેઠક બોલાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. જણાવી દઇએ કે, અજિત પવારના નેતૃત્વમાં એનસીપીના 9 ધારાસભ્યોને રવિવારે મંત્રી પદની શપથ વીધી લીધી હતી. તે પછી એનસીપીએ અજિત પવાર અને 9 અન્ય ધારાસભ્યો વિરૂદ્ધ વિધાનસભા અધ્યક્ષ પાસે અયોગ્યતા અરજી દાખલ કરી છે.
શરદ પવારે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં અમે મહારાષ્ટ્રની સેવા કરી રહ્યાં હતા, પરંતુ આને કેટલાક લોકોએ તોડી પાડ્યું છે. પવારે કહ્યું કે ન માત્ર મહારાષ્ટ્ર પરંતુ દેશમાં દિલ્હી, પંજાબ, બંગાળ, જ્યાં પણ સરકાર લોકશાહી રીતે કામ કરી રહી છે, તેના પર હુમલાઓ થઈ રહ્યાં છે. આપણે આ બધા વિરૂદ્ધ ઉભા થવાની કોશિશ કરી પરંતુ દૂર્ભાગ્યથી અમારામાંથી કેટલાક લોકો આનાથી બહાર થઇ ગયા. શરદ પવારે કહ્યું કે, આજે ગુરૂપર્ણિમા છે. આજના દિવસે આપણે બધા ચૌહાણ સાહેબનું આશીર્વાદ લીધો. મહારાષ્ટ્રના લોકોનું સમર્થન મેળવવા માટે અભિયાન શરૂ કરવા માટે આનાથી સારો સમય બીજો ક્યો હોઇ શકે છે.
શરદ પવારે કહ્યું, આજે દેશમાં લોકશાહી ખતરામાં છે અને તેને બચાવવાની જરૂર છે.
આ પણ વાંચો- અજિત પવાર પોતાની મરજીથી નથી ગયા’, AIMIMના પ્રવક્તાનો દાવો- ‘શરદ પવારની ચાલ છે આ’