IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

શું ઋષભ પંતની IPLમાં થઈ વાપસી? BCCIએ આપ્યું મોટું અપડેટ

Text To Speech
  • ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ કૃષ્ણા IPLમાંથી બહાર થઈ ગયા

નવી દિલ્હી, 12 માર્ચ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે ક્રિકેટ ચાહકોને મોટું અપડેટ આપ્યું છે. બોર્ડે કહ્યું છે કે, “વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત ક્રિકેટ મેદાનમાં વાપસી કરવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે. તે આગામી આઈપીએલમાં રમશે.” BCCI વધુમાં જણાવ્યું કે, “ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ કૃષ્ણા ઈજાને કારણે ટૂર્નામેન્ટમાં નહીં રમી શકે”

 

પંત કઠિન રિહૈબિલિટેશનમાંથી થયો પસાર

BCCIએ કહ્યું કે, ઋષભ પંતે 30 ડિસેમ્બર, 2022ના રોજ ઉત્તરાખંડમાં રૂરકી નજીક એક જીવલેણ માર્ગ અકસ્માત પછી 14 મહિનાની સખત રિહૈબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થયો છે. ત્યારે હવે તેને IPL 2024 માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. પંત હવે દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો જોવા મળશે. ગત સિઝનમાં તેની જગ્યાએ ડેવિડ વોર્નરને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને ટીમ નવમા ક્રમે રહી હતી.

 

 મોહમ્મદ શમી લાંબા સમય સુધી ક્રિકેટથી થયો દૂર

26 ફેબ્રુઆરી, 2024ના રોજ મોહમ્મદ શમીની જમણી એડીની સમસ્યા માટે સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી. હાલમાં BCCIની મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે. તે IPLમાંથી બહાર છે. એવું માનવામાં આવે છે કે, શમી જૂનમાં યોજાનાઋ ટી-20 વર્લ્ડ કપમાં પણ નહીં રમે. હાલમાં જ BCCI સેક્રેટરી જય શાહે કહ્યું છે કે, તે બાંગ્લાદેશ સામેની શ્રેણી પહેલા પરત ફરી શકશે નહીં.

પ્રસિદ્ધ કૃષ્ણાને શું થયું?

પ્રસિદ્ધ કૃષ્ણા વિશે, BCCIએ કહ્યું કે, તેણે 23 ફેબ્રુઆરી, 2024 ના રોજ તેના ડાબા ક્વાડ્રિસેપ્સ ટેંડનની સર્જરી કરાવી હતી. હાલમાં BCCIની મેડિકલ ટીમ દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી છે. તે ટૂંક સમયમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહૈબિલિટેશન પ્રક્રિયા શરૂ કરશે. જેથી તે આગામી IPL 2024માં ભાગ લઈ શકશે નહીં.

આ પણ જુઓ: IPL પહેલા MS ધોનીના લુકે સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ, થાલાને જોઈ ફેન્સ પાગલ

Back to top button