આટલો ઘંમડી છે રણબીર કપૂર ? ગુસ્સામાં ફેંક્યો ફેન્સનો ફોન, વાયરલ વીડિયોનું શું છે Truth
અભિનેતા રણબીર કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રણબીર કપૂર ગુસ્સામાં સેલ્ફી લઈ રહેલા ફેનનો ફોન ફેંકી દેતો જોવા મળે છે. આ વીડિયો જોઈને તરત જ ફેન્સ તેના પર બૂમો પાડવા લાગ્યા. પરંતુ કેટલાક ચાહકોએ આ વીડિયોનું સત્ય અલગ રીતે જણાવ્યું. તો અહી જાણો કે આ વીડિયોની અસ્લી વાસ્તવિકતા શું છે.
આ પણ વાંચો : જાણો કોણ છે મેહા જેના પર ફીદા થયો અક્ષર પટેલ
બ્રહ્માસ્ત્ર ફેમ એક્ટર રણબીર કપૂરનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેણે ગુસ્સામાં તેના એક ફેનનો મોબાઈલ ફોન ફેંકી દીધો હતો. આ સમગ્ર મામલો પાપારાઝીના કેમેરામાં કેદ થઈ ગયો. આ વીડિયો જોઈને ફેન્સ રણબીર કપૂરને વિવિધ સવાલો પૂછી રહ્યા છે. ચાહકો પૂછી રહ્યા છે કે આખરે શું થયું કે તેને ફેન્સનો ફોન ફેંકી દેવો પડ્યો. કેટલાકે કહ્યું કે આટલું ગુસ્સે થવું યોગ્ય નથી. સાથે જ કેટલાક યુઝર્સે તેને ફેક વીડિયો પણ ગણાવ્યો હતો. તો અહી જાણો કે રણબીર કપૂરના આ વાઈરલ વીડિયો આ પાછળ શું છે સમગ્ર મામલો ?
View this post on Instagram
રણબીર કપૂર તાજેતરમાં જ મુંબઈમાં જોવા મળ્યો હતો. તેને જોઈને ઘણા ફેન્સ તેની સાથે સેલ્ફી લેવા આવ્યા હતા. રણબીર કપૂર પાસે એક ચાહક આવે છે. રણબીર પણ હસતાં હસતાં પોઝ આપે છે. રણબીરે પહેલી વાર અને પછી બીજી વાર ફેન્સ સાથે પોઝ આપ્યો. પરંતુ જ્યારે ચાહકો ત્રીજી વખત નવી સેલ્ફી ક્લિક કરવાનું શરૂ કરે છે, ત્યારે તેઓ ગુસ્સે થઈ જાય છે અને ફોનને પાછળ ફેંકી દે છે.
શું રણબીર કપૂરે ફેન્સનો ફોન ફેંકી દીધો હતો
આ દરમિયાન રણબીર કપૂરનો ગુસ્સો તેના ચહેરા પર પણ દેખાઈ રહ્યો છે. શરૂઆતમાં, તે એકદમ આરામથી પોઝ આપે છે પરંતુ વારંવાર પોઝ આપવાને કારણે તે ચિડાઈ જાય છે. આ દરમિયાન તે ફેન્સ પાસેથી ફોન માંગે છે અને પછી તેને પાછળ ફેંકી દે છે. પછી તે નીકળી જાય છે. હવે તેના ચાહકોને આ જોઈને ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે.
આ પણ વાંચો : નિક્કી તંબોલી : નિક્કી તંબોલીએ સેક્સી AF બિકીની વીડિયો શેર કરી ઈન્ટરનેટ મચાવી ભારે હલચલ
શું છે રણબીર કપૂરના વીડિયો પાછળનો મામલો
આ વીડિયો પર કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે આ એક એડ શૂટનો વીડિયો છે. આવા ખોટા કેપ્શન્સ મૂકીને લોકોને ઉશ્કેરવા જોઈએ નહીં. કલાકારો શૂટિંગ કરી રહ્યા હતા. જોકે કેટલાક લોકોએ અભિનેતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું કે કપૂર પરિવારનો દીકરો ઘમંડી છે.