મનોરંજન

શું પરિવાર સાથે જોવા લાયક છે “પઠાણ” શાહરુખે જ આપ્યો આ જવાબ

Text To Speech

બોલિવુડ કિંગ શાહરુખ ખાનની ‘પઠાણ’ ફિલ્મ આજે રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો ઘણા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે સમય આજે આવી ગયો છે. આજે “પઠાણ” રિલીઝ થઈ રહી છે. ત્યારે થીયેટરોમાં બુકિંગ પણ હાઉસફુલ છે. ત્યારે આ ફિલ્મ આટલા વિરોધ પછી આ ફિલ્મ રિલીઝ થતા થીયેટરોમાં સુરક્ષાને લઈને પણ તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

પઠાણ ફિલ્મ-humdekhengenews

ચાહકે પૂછ્યો હતો પ્રશ્ન

“પઠાણ” ફિલ્મ આજે રિલીઝ થવા જઈ રહી છે. આજે ચાહકો આતુરતાથી જે સમયની રાહ જોઈ રહ્યા હતા. તે સમય આવી ગયો છે. ત્યારે આ ફિલ્મના રિલીઝ પહેલા તેના ટ્રેલર અને ‘બેશરમ રંગ’ ગીતને લઈને ભારે વિરોધ જોવા મળ્યો હતો. આ ગીતમાં દિપીકા પાદુકોણના કપડાને લઈને વિરોધ થતા એક ચાહકે ટ્વિટર પર શાહરુખ ખાનને પ્રશ્ન પુછ્યો હતો કે શું હુ મારા પરિવાર સાથે આ ફિલ્મ જોઈ શકુ છુ, આ ફિલ્મ તે લાયક છે?

આ પણ વાંચો : તો શું ‘પઠાણ’ રિલિઝ થવાની સાથે જ લિક થઈ ગઈ ? શાહરૂખ ખાનને મોટું નુકસાન!

શાહરુખ ખાને રિટ્વિટ કરી આપ્યો જવાબ

“પઠાણ ” ફિલ્મને લઈને દેશમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. દિપીકા પાદુકોણના કપડાને લઈને સનાતન ધર્મના લોકો સહિત અનેક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને પઠાણને બંધ કરવા માટે કહ્યું હતુ. અને આ ફિલ્મ પરિવાર સાથે જોવા લાયક નહી હોવાનું જણાવી રહ્યા હતા . ત્યારે અનેક લોકોને આવો પ્રશ્ન થતો હશે કે શું “પઠાણ” ફિલ્મ ખેરખર પરિવાર સાથે જોઈ શકાય છે કે નહી ત્યારે આજે શાહરુખખાને ચાહકની ટ્વિટને રિટ્વીટ કરીને આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. જેમાં શાહરુખે કહ્યું કે “મેં મારા પરિવાર સાથે આ ફિલ્મ જોઈ છે. તેથી મારા મતે તમે તેને તમારા પરિવાર સાથે જોઈ શકો છો.

આ પણ વાંચો : ‘પઠાણ’ના રીલીઝની સાથે પોલીસનો કાફલો તેનાત

Back to top button