સાંસદ મહુઆ મોઇત્રાના સભ્યપદ રદ થવાથી નિશિકાંત દુબે ઉદાસ છે ?
- TMC નેતા મહુઆ મોઇત્રાના સભ્યપદ રદ થયા બાદ ભાજપના સાંસદ નિશિકાંત દુબેની પ્રતિક્રિયા આવી છે, જેમાં તેઓએ દુખ વ્યકત કર્યું છે.
નવી દિલ્હી, 09 ડિસેમ્બર: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા મહુઆ મોઇત્રાએ તેમનું સાંસદ પદ ગુમાવ્યું છે. તેમની સામે શુક્રવારે રોકડ લેવા અને સંસદમાં પ્રશ્નો પૂછવાના મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ નિશિકાંત દુબેએ તેમના પર આરોપ લગાવ્યા હતા. તેમણે લોકસભા અધ્યક્ષને ફરિયાદ કરી હતી. જે બાદ એથિક્સ કમિટીએ તપાસ કરી અને મહુઆને દોષી ઠેરવી હતી. હવે આ મહુઆની હકાલપટ્ટી પર નિશિકાંત દુબેનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, ‘ગઈકાલે તે ખુશીનો દિવસ નહોતો, પરંતુ દુઃખનો દિવસ હતો’.
#WATCH | BJP MP Nishikant Dubey on expulsion of TMC leader Mahua Moitra from Parliament
“The expulsion of a parliamentarian for corruption and on the issue of national security gives me pain. Yesterday, it was not a happy day, but a sad day.” pic.twitter.com/DZoZei5AqF
— ANI (@ANI) December 9, 2023
ભાજપના સાંસદ મહુઆ મોઇત્રા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે એક સાંસદની હકાલપટ્ટીથી મને દુઃખ થાય છે, ગઈ કાલેએ ખુશીનો દિવસ નહોતો, પણ દુઃખનો દિવસ હતો”.
સાંસદ પદ થયા પછી મહુઆએ શું કહ્યું ?
મહુઆ મોઇત્રાએ તેણીની હકાલપટ્ટીની સરખામણી કાંગારૂ કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા સાથે કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર વિપક્ષને ઝૂકવા માટે મજબૂર કરવા માટે લોકસભાની એથિક્સ કમિટીને હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. મહુઆ મોઇત્રાએ કહ્યું, એથિક્સ કમિટી મને લોકસભામાં સામાન્ય, સ્વીકાર્ય અને પ્રોત્સાહિત કરવા માટે સજા કરી રહી છે. તેમની સામેનો આખો કેસ લોગિન વિગતો શેર કરવા પર આધારિત છે, પરંતુ આ પાસા માટે કોઈ નિયમો નિર્ધારિત નથી.
બીજી તરફ, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ મોઇત્રાને લોકસભાના સભ્યપદેથી હાંકી કાઢવાના નિર્ણયની નિંદા કરી હતી અને આ પગલાંને દેશની સંસદીય લોકશાહી સાથે વિશ્વાસઘાત ગણાવ્યો હતો.
આ પણ વાંચો: BSPએ લોકસભા સાંસદ દાનિશ અલીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા, જાણો શું છે કારણ ?