ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

શું મત આપવા જતી વખતે મોબાઈલ ફોન સાથે રાખવાની છૂટ છે? જાણો શું કહે છે નિયમ

Text To Speech

નવી દિલ્હી, 18 એપ્રિલ: લોકસભા ચૂંટણી 2024 માટે પ્રથમ તબકક્કાનું મતદાન 19 એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે. આવા સંજોગોમાં મતદારો પોલિંગ બૂથ પર જતી વખતે મોબાઈલ ફોન સાથે રાખવો કે નહીં તેને લઈને હંમેશા પ્રશ્ન ઊભો થાય છે. આ અંગે ચૂંટણી પંચ તરફથી સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં મતદાન કરતી વખતે કંઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ સાથે ફોન લઈ જવું કે નહીં તે અંગે તમામ માહિતી આપી છે. તો સૌપ્રથમ જાણીએ કે, મત આપતી વખતે મોબાઈલ ફોન લઈ જવાની છૂટ છે કે નહીં?

શું મોબાઈલ ફોન સાથે મતદાન કરવાની છૂટ છે?

મતદાન દરમિયાન તમે તમારો મોબાઈલ ફોન પોલિંગ બૂથ પર લઈ જઈ શકતા નથી. ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, કોઈપણ મતદારને મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ જવાની મંજૂરી નથી. જો તમારી પાસે મોબાઈલ ફોન હશે તો તે સુરક્ષાકર્મીઓ દ્વારા જપ્ત કરવામાં આવશે. અથવા તો તમને ઘરે મૂકીને આવવાનું કહેશે.

ભૂલથી મોબાઈલ લઈને બૂથ પર પહોંચી જાઓ તો શું કરવું?

જો કોઈ વ્યક્તિ અજાણ્યા કે ભૂલથી પોતાનો મોબાઈલ ફોન લઈને મતદાન મથક પર પહોંચી જાય તો તેમણે સ્વીચ ઑફ કરીને સુરક્ષા કર્મચારીઓ કે મતદાન કર્મીઓ અથવા તેના વિસ્તારના BLO પાસે જમા કરાવવો પડશે. મતદાન દરમિયાન તમારા વિસ્તારના BLO પોલિંગ બૂથ પર કેમ્પ લગાવીને બેસે છે. આ ઉપરાંત રાજકીય પક્ષોના એજન્ટો પણ એક જગ્યાએ બેઠા હોય છે. જો તમે ઇચ્છો તો તમે તેને તેમની પાસે પણ જમા કરાવી શકો છો. એટલું જ નહીં, કોઈપણ અસુવિધા ટાળવા માટે તમે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસરી શકો છો.

આ પણ વાંચો: 194 બેઠક પર આવતીકાલે મતદાન માટે ચૂંટણીપંચ સજ્જ

Back to top button